બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
અમેરિકી વૈજ્ઞાનિકનું કહેવું છે કે કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના કારણે દુનિયામાં સ્થિતિ વધારે બગડી શકે છે. યૂનિવર્સિટી ઓફ મિનેસોટામાં સંક્રામક રોગ વિશેષજ્ઞ માઈકલ ઓસ્ટરોમે કહ્યું કે ડેલ્ટા વેરિઅન્ટ પોતાનું પ્રચંડ રૂપ દેખાડી શકે છે. અને સાથે મોટી સંખ્યામાં ICU બેડની જરૂર પડશે. આ વાત તેઓએ એક મીડિયા સાથે કરી હતી. તેમનું માનવું છે કે વાયરસનું આ ખૂબ જ સંક્રમક રૂપ હશે. જો તમે તેનાથી બચશો તો પણ તે તમને શોધી લેશે. આખરે તમને સંક્રમિત કરીને જ છોડશે.

ADVERTISEMENT
સંક્રામક રોગ વિશેષજ્ઞ માઈકલ ઓસ્ટરોમે જણાવ્યો બચવાનો ઉપાય
તેઓએ એમ પણ કહ્યું કે કોરોના વેક્સિનેશન એક સારી વાત છે. કોરોનાથી બચવા માટે એકમાત્ર ઉપાય વેક્સિનેશન છે. તેઓએ કહ્યું કે જો તમે ગંભીર સંક્રમણથી બચવા ઈચ્છો છો તો ફક્ત પોતાને નહીં પણ અન્ય લોકોને પણ વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરો તે જરૂરી છે.
વેક્સિન ન લેનારા લોકો પોતાને માટે અને અન્ય માટે પણ ખતરાસમાન
તેઓએ કહ્યું કે વેક્સિનેશન નથી કરાવી રહ્યા તે લોકો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ટેડરોસ અધોનમ ગેબ્રેયેસુસે પણ ડેલ્ટા વેરિઅન્ટને લઈને ચેતવણી આપી છે. તેઓએ કહ્યું છે કે દુનિયા કોરોના મહામારીના ખૂબ જ ખતરનાક સમયથી પસાર થઈ રહી છે.
ADVERTISEMENT
.jpg)
વધારે સંક્રામક હોઈ શકે છે ડેલ્ટા મ્યૂટેન્ટ
ડેલ્ટા વેરિઅન્ટ બાદ કોરોનાના આગામી મ્યૂટેન્ટને લઈને પણ દુનિયામાં ચિંતા જોવા મળી રહી છે. આ માટે ઓસ્ટરહોમે કહ્યું કે કોરોના વાયરસમાં સતત મ્યૂટેશન થઈ રહ્યું છે. આ સમયે ડેલ્ટા વેરિઅન્ટ પોતાની સક્રામક ક્ષમતાથી સૌને ચકિત કરી રહ્યો છે. ડેલ્ટાથી મ્યૂટેટ થઈને તોઈ નવો વાયરસ સામે આવે તો નક્કી રીતે સંક્રામક અને ખતરનાક હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.