બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / અજબ ગજબ / US Doctor Who Studied 5,000 Near-Death Experiences Says This About Afterlife

લાઈફ આફ્ટર ડેથ / ઘોડા સાથે ચાલ્યો મહિલાનો આત્મા, મોત બાદ શું થાય છે? આ વૈજ્ઞાનિકને પડી ગઈ ખબર, ખોલ્યું મોટું રહસ્ય

Hiralal

Last Updated: 08:17 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી ડોક્ટર જેફરી લોંગનો દાવો છે કે મૃત્યુ પછીના જીવનની તેમને ખબર પડી છે. મોતનો અનુભવ કરનારા 5000 લોકોના સંશોધન બાદ તેમણે આવો દાવો કર્યો છે.

  • મોત પછીના જીવનને લઈને અમેરિકી ડોક્ટરનો દાવો
  • મોતનો અનુભવ કરનારા 5000 લોકો પર કર્યું રિસર્ચ
  • 45 ટકા લોકોએ શરીરમાંથી આત્મા બહાર જવાનું ફિલ કર્યું 

ટેકનોલોજીમાં આપણે ગમે તેટલા આગળ વધીએ, પૃથ્વીથી માંડીને અવકાશના તમામ ગ્રહોની શોધ કરીએ તેમ છતાં પણ આજ દિન સુધી મૃત્યુ જીવનનું સૌથી મોટું રહસ્ય બની રહ્યું છે, મૃત્યુ પછી શું થાય છે, કેવું હોય છે જીવન કે પછી બીજું કંઈક, આ સવાલના જવાબ હજુ સુધી નથી મળ્યાં, હા, મોત પછીના જીવન પર દાવા તો અનેક થાય છે. વૈજ્ઞાનિકોએ રિસર્ચ દ્વારા મોત પછીના જીવનને સાબિત પણ કરી આપ્યું છે પરંતુ જેવો જોઈએ તેવો ખુલાસો કે સંતોષકારક જવાબ મળ્યો નથી, તેથી તે હજુ પણ એક રહસ્ય જ બની રહ્યું છે પરંતુ આ બધાની વચ્ચે અમેરિકાના એક ડોક્ટરે આ રહસ્ય ઉકેલ્યું હોવાનો દાવો કર્યો છે. 

મને ખબર છે મોત પછી શું થાય છે-અમેરિકી ડોક્ટર  
અમેરિકન ડોક્ટર જેફરી લોંગનો દાવો છે કે મોત બાદ શું થાય તેની તેમને ખબર છે. આ ડોક્ટરે જેમનો મોતનો અનુભવ થયો હતો અથવા તો જેઓ કોમામાં હતા કે જેઓ મોતને માત આપીને ફરીથી જીવિત હતા તેવા 5000 લોકો પર રિસર્ચ કર્યું છે અને તેમના આ અનુભવને આધારે તેમણે મોત પછીનું રહસ્ય ઉકેલ્યું હોવાનો દાવો કર્યો છે. જેફરી લોંગનો દાવો છે કે મૃત્યુ પછી શું થાય છે તે તેમણે શોધી કાઢ્યું છે. તાજેતરના ઈનસાઈડર નામના મેગેઝિનમાં તેમણે એક લેખ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં તેઓ કહે છે કે જે વ્યક્તિ કાં તો કોમામાં હોય અથવા તબીબી રીતે મૃત્યુ પામેલી હોય તેને હૃદયના ધબકારા હોતા નથી, તેનો સ્પષ્ટ અનુભવ હોય છે. તે જોઈ શકે છે, સાંભળી શકે છે, લાગણીઓ અનુભવી શકે છે અને અન્ય જીવો સાથે વાતચીત કરી શકે છે. 

45 ટકા લોકોએ શરીરમાંથી આત્મા બહાર આવવાનું ફિલ કર્યું 
 જેફરી લોંગે કહ્યું કે મારા રિસર્ચમાં મને જણાયું છે કે 45 ટકા લોકોએ શરીરમાંથી આત્મા બહાર આવવા જેવા અનુભવો શેર કર્યા હતા. તેમણે કહ્યું કે મને ઘણા એવા લોકોનો અનુભવ છે કે જેમણે મૃત્યુ પછીનું જીવન અનુભવ્યું છે અને તેઓ દાવો કરતા હતા કે તેમની ચેતના (જીવ) તેમના ભૌતિક શરીરથી અલગ છે, સામાન્ય રીતે કંઈક અલગ અનુભવે છે." જેના કારણે તેઓ પોતાની આસપાસ આવી પ્રવૃત્તિઓ જાણે છે, જેને સમજવી સામાન્ય વ્યક્તિ માટે મુશ્કેલ હોય છે.
જેફરી આગળ કહે છે, શરીરમાંથી આત્મા બહાર આવી રહ્યો છે તેનો અનુભવ કર્યા પછી લોકો કહે છે કે તેઓ બીજી દુનિયામાં ચાલ્યા ગયા છે. ઘણા લોકો ટનલમાંથી પસાર થાય છે અને તેજસ્વી લાઇટનો અનુભવ કરે છે. પછી, પાલતુ પ્રાણીઓ સહિત મૃત પ્રિયજનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવે છે. મોટાભાગના લોકો પ્રેમ અને શાંતિનો અનુભવ કરે છે તેમને લાગે છે કે આ બીજું ક્ષેત્ર તેમનું વાસ્તવિક ઘર છે. 

ઘોડા સાથે ચાલ્યો મહિલાનો આત્મા 

એક ઉદાહરણ આપતા અમેરિકી ડોક્ટરે કહ્યું કે એક મહિલા પગદંડી પર પોતાના ઘોડા પર સવાર થતી વખતે નીચે પડી ગઈ અને બેભાન થઈ ગઈ. થોડી વાર સુધી બેભાન રહ્યાં બાદ ભાનમાં આવતાં મહિલાએ દાવો કર્યો કે તેનું નિર્જીવ શરીર રસ્તા પર પડ્યું હોવા છતાં પણ તેનો આત્મા ઘોડા સાથે ચાલી રહ્યો હતો. ખેતર સુધી પહોંચતાં સુધી આત્મા સાથે રહ્યો હતો અને ઘોડો જ્યાં સુધી ખેતર સુધી આવ્યો ત્યાં સુધીી તેનું શરીર તેની સાથે નહોતું. આ ઘટનાને નજરે જોનાર લોકોએ પણ મહિલાની વાત સાચી ગણાવી છે. 

પુનર્જન્મ પર રિસર્ચ કરવા સંસ્થા ખોલી 
ઉલ્લેખનીય છે કે ડોક્ટર જેફરી લોંગે 1998માં નિયર-ડેથ એક્સપિરિયન્સ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. આ સંસ્થા પુનર્જન્મની બાબતો પર સંશોધન કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ