ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / UPIનો જલવો બરકરાર, વર્ષ દરમિયાન 300 લાખ કરોડથી વધુ ટ્રાન્જેક્શન
Last Updated: 11:58 PM, 1 April 2026
ADVERTISEMENT
નાણાકીય વર્ષ 2026 માં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) એ બીજો એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષ દરમિયાન UPI દ્વારા 308 લાખ કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્જેક્શન થયા હતા. જે તેની ઝડપથી વધતી લોકપ્રિયતા દર્શાવે છે. માર્ચ 2026 માં જ તેનું ટ્રાન્જેક્શન વેલ્યુ 30 લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચ્યું હતું. મતલબ કે, એવરેજ UPI દ્વારા દરરોજ આશરે 1 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન પ્રક્રિયા કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
માર્ચ 2026 માં UPI એ 29.53 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન પ્રક્રિયા કર્યા હતા. જે અત્યાર સુધીનો તેનો સૌથી વધુ માસિક આંકડો માનવામાં આવે છે. આ દરમિયાન 22.6 અબજ ટ્રાન્જેક્શન રેકોર્ડ કરવામાં આવ્યા હતા જે એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. સમગ્ર નાણાકીય વર્ષ 2026 માટે કુલ ટ્રાન્જેક્શન 241.6 અબજ સુધી પહોંચ્યા હતા. જે દેશમાં ડિજિટલ પેમેન્ટના ઉપયોગની ઝડપી વૃદ્ધિ દર્શાવે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ડેટા મુજબ સમગ્ર વર્ષ દરમિયાન દરરોજ સરેરાશ 84,500 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન થયા હતા જે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની મજબૂતાઈ દર્શાવે છે.
ADVERTISEMENT

UPI વધી રહ્યું છે પરંતુ તેની સ્પીડ થોડી ધીમી પડી છે. નાણાકીય વર્ષ 2026 માં ટ્રાન્જેક્શન વેલ્યુમાં 18.5 ટકાનો વધારો થયો છે, જે પાછલા વર્ષના 30 ટકા હતો. પાછલા વર્ષમાં વૃદ્ધિ 40 ટકા સુધી પહોંચી હતી. એક્સપર્ટ માને છે કે, જેમ જેમ UPI વધુ લોકો સુધી પહોંચે છે તેમ તેમ વૃદ્ધિ દર સામાન્ય થઈ રહ્યો છે. તેમ છતાં, કુલ વેલ્યુ અને ટ્રાન્જેક્શનની સંખ્યા સતત વધી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
UPI ના વિસ્તરણમાં નાના વેપારીઓ અને દુકાનદારોએ મુખ્ય રોલ ભજવી રહ્યા છે. જેના કુલ ટ્રાન્જેક્શનમાં વેપારી પેમેન્ટનો હિસ્સો આશરે 62 ટકા છે પરંતુ મૂલ્યની દ્રષ્ટિએ પર્સન-ટૂ-પર્સન ટ્રાન્જેક્શન હજુ પણ બહુમતી ધરાવે છે. મોટાભાગના વેપારી પેમેન્ટ 500 રૂપિયાથી ઓછી હોય છે. જેના પરિણામે કુલ વેલ્યુ ઓછું હોય છે. બીજી તરફ પર્સન-ટૂ-પર્સન ટ્રાન્જેક્શન મોટી રકમ માટે વધુ વારંવાર થાય છે. જેના લીધે કુલ વેલ્યુ વધારે થાય છે. આથી જ નાના શહેરો અને ગામડાઓમાં UPI નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT