બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / માવઠાની આગાહી વચ્ચે અમદાવાદ સહિત ગુજરાતભરમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

ભર શિયાળે માવઠું / માવઠાની આગાહી વચ્ચે અમદાવાદ સહિત ગુજરાતભરમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

Vishal Khamar

Last Updated: 10:53 PM, 31 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામીએ કરેલ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. વર્ષનાં છેલ્લા દિવસે અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા કમોસમી વરસાદ પડ્યો હતો.

દ્વારકાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. જામ ખંભાળિયામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જીરૂ, ચણા, ધાણા સહિતના પાકને નુકસાનની ભીતી સેવાઈ રહી છે.

કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં

પૂર્વ કચ્છના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ભચાઉના કણખોઈમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. હાજીપીરના રણકાંધી વિસ્તારના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. નખત્રાણા તાલુકાના છેવાડાના ઢોરા ગામે માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાઈ જવા પામ્યા હતા. જિલ્લામાં 2 દિવસમાં માવઠાની આગાહી કરાઈ છે.

કોમોસમી વરસાદી માહોલ છવાયો

રાજકોટ જિલ્લામાં કોમોસમી વરસાદી માહોલ છવાયો હતો. પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જીવાપર, વિસામણ, પીઠડીયા, ખાખરા, જીલરીયા, ડાંગરા, ફતેપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ભર શિયાળે વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી જવા પામી હતી. જીરું, ઘઉ સહિતના શિયાળુ પાકને નુકસાન જવાની ભીતી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને કરી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરી હતી કે, આગામી સમયમાં ગુજરાતનું હવામાન બદલાઈ શકે છે. માર્ચ સુધીમાં હવામાન પશ્ચિમ વિક્ષેપો આવવાના કારણે બદલાવ આવશે. માર્ચ મહિના સુધીમાં હવામાન પશ્ચિમ વિક્ષેપો આવવાના કારણે બદલાવ આવશે. કચ્છના ભાગોમા વાદળછાયું વાયુ કે હળવા વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાત, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામના ભાગોમા પણ હવામાન પલ્ટો આવશે. 11 જાન્યુઆરી આસપાસ અને 18 જાન્યુઆરી અંતમાં ભારે આકરી ઠંડી પડશે. ઉત્તરાયણ આસપાસ વાદળવાયું આવી શકે છે. બપોર પછી પવન દિશા અને પવન ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચોઃ જૂની અદાવતમાં જાણીતા ગાયક કલાકાર પર અમદાવાદમાં હુમલો, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી

રાજ્યમાં ભરશિયાળે માવઠાની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં માવઠા સાથે 2025ની વિદાય થશે અને નવા વર્ષની શરૂઆત પણ માવઠા થશે. કેમ કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ કમોસમી વરસાદ વરસી શકે છે.જેની અસર કચ્છના તમામ વિસ્તારોમાં થઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ,જૂનાગઢ,પોરબંદર, દ્વારકા અને જામનગરમાં માવઠાની અસર જોવા મળશે. આ સિવાય દરિયાકાંઠાના ભાવનગર,અમરેલી અને ગીરસોમનાથમાં સામાન્ય ઝાપટા પડવાની સંભાવના છે. તો પાટણ અને વાવ-થરાદ જિલ્લામાં સામાન્ય માવઠું થવાની આગાહી કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

unseasonal rain Dwarka rain Gujarat unseasonal rain
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ