બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કમોસમી વરસાદે લગ્નની મજા બગાડી, દુલ્હનને તાડપત્રીમાં વિદાય આપવી પડી

વિચિત્ર / કમોસમી વરસાદે લગ્નની મજા બગાડી, દુલ્હનને તાડપત્રીમાં વિદાય આપવી પડી

Published By: Krutarth Joshi

Last Updated: 10:47 PM, 26 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુલ્હનની વિદાય સમયે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લગ્ન મંડપમાં વરસાદમાં પલળી જતા મહેમાનો મુંઝવણમાં મુકાયા હતા. દુલ્હનની વિદાય દરમ્યાન ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

Surat News : સુરતના ઓલપાડમાં ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. લગ્ન પ્રસંગમાં દુલ્હનની વિદાય સમયે પડ્યો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહેમાનોએ ટાડપત્રી પકડી દુલ્હનની વિદાય કરી હતી. અચાનક પડેલા વરસાદથી લગ્ન પ્રસંગે આવેલા મહેમાનો મુંઝાયા હતા.

લગ્ન મંડપમાં ધોધમાર વરસાદ

દુલ્હનની વિદાય સમયે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લગ્ન મંડપમાં વરસાદમાં પલળી જતા મહેમાનો મુંઝવણમાં મુકાયા હતા. દુલ્હનની વિદાય દરમ્યાન ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ઓલપાડના કીમ વિસ્તારમાં લગ્ન પ્રસંગ હતો. જો કે કમોસમી વરસાદે તમામ બાજી બગાડી હતી. આખરે દુલ્હનની વિદાયનો પ્રસંગ તાડપત્રી સાથે પુર્ણ કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો: મોટા સમાચાર : પાકિસ્તાને સલમાન ખાનને આતંકી જાહેર કર્યો, બોલીવૂડ એક્ટર કેમ આવ્યો નિશાન પર?

હવામાન વિભાગ દ્વારા આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી. જે અનુસાર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં આગામી 4થી 6 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. આજથી બે દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી ઓરેન્જ અને યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં ચોમાસા જેવો વરસાદ

મોડીરાતથી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને ગીર પંથકના ઉના, ગીર ગઢડા, તાલાલા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરનાં પણ મહુવા સહિતનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત વડોદરા, ખેડા, સુરતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો તૈયાર ડાંગરનો પાક પલળી જતાં ભયાનક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. દરિયામાં કરંટ હોવાથી 6થી 8 ફૂટ મોજા ઉછળતા જોવા મળ્યાં હતાં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Viral Video Surat News

Published by

Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ