બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Unseasonal rain forecast for 3 days in Gujarat

આગાહી / ગુજરાતના ખેડૂતો પર ફરી માવઠાનું સંકટ, વડોદરામાં કમોસમી વરસાદ, 3 દિવસ રાજ્યના આ વિસ્તારો પર મેઘરાજા ત્રાટકશે

Dinesh

Last Updated: 07:53 AM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unseasonal rainfall forecast: આજથી રાજ્યમાં 3 દિવસ ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, આજે દાહોદ, તાપી, ડાંગ, નર્મદા, કચ્છમાં માવઠાની શક્યતા

  • રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર
  • રાજ્યમાં 3 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી
  • દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર,કચ્છમાં વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. આજે પણ વડોદરામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને છૂટો છવાયો વરસાદ પડ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની વધુ એક વખત આગાહી કરવામાં આવી છે. આજથી રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી કરી છે. જે અનુસાર આજે દાહોદ, તાપી, ડાંગમાં વરસાદની શક્યતાઓ છે તો બીજી તરફ 27 એપ્રિલે દાહોદ, તાપી, ડાંગમાં વરસાદની આગાહી છે અને 28 એપ્રિલે પાટણ, બનાસકાંઠામાં, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર અને અમરેલી, રાજકોટ, કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે.

VTV Gujarati News and Beyond on Twitter: "કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં નોંધાઈ  શકે છે કમોસમી વરસાદ, 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં  વરસાદની ...

રાજ્યમાં કાળઝાળ ગરમી
રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ કાળઝાળ ગરમી પણ તેનો પ્રકોપ બતાવી રહી છે પાટણમાં 41.5, ભુજમાં 41.2 તેમજ અમરેલીમાં 40.8, અમદાવાદમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું તેમજ રાજકોટમાં 40.6,વડોદરામાં 39.8 ડિગ્રી તેમજ ગાંધીનગરમાં 39.8,ડીસામાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું. વધુમાં ભાવનગરમાં 38.4,સુરતમાં 38.2 ડિગ્રી તાપમાન નોંધાયું. 

વડોદરામાં વાતાવરણમાં પલટો
હવામાન વિભાગની આગાહી વચ્ચે વિવિધ જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વડોદરામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં સવારે કમોસમી મેઘસવારી જોવા મળી છે. જે કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ