ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / UNSC meeting on Jammu and kashmir ended without any conclusion big setback for pakistan and china

બેઠક / જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન અને ચીનને UNSCમાં ઝટકો, ભારતને આ દેશોનું સમર્થન

Published By: Dhruv

Last Updated: 05:31 PM, 18 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંયુક્ત રાષ્ટ્રઃ કાશ્મીર મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની એક દુર્લભ અને બંધ રૂમમાં બેઠક બેનતીજા અથવા તો વગર કોઇ નિવેદનનાં સમાપ્ત થઇ જવા પર આ વિષયનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં જોડાયેલ પાકિસ્તાન અને તેનાં સહયોગી દેશ ચીનને એક મોટો ઝટકો લાગ્યો છે. વૈશ્વિક સંસ્થાની 15 દેશોની સભ્યતાવાળી પરિષદ પર વધારે દેશોએ ભાર આપ્યો કે આ ભારત અને પાકિસ્તાનની વચ્ચે એક દ્રિપક્ષીય મામલો છે.

ADVERTISEMENT

UNSC

ચીનનાં અનુરોધ પર શુક્રવારનાં રોજ બોલાવવામાં આવેલી આ અનૌપચારિક બેઠક અંદાજે એક કલાક સુધી ચાલી. ત્યાર બાદ સંયુક્ત રાષ્ટ્રમાં ચીનનાં રાજદૂત ઝાંગ જુન અને પાકિસ્તાનની રાજદૂત મલીહા લોદીએ એક-એક કરીને ટિપ્પણી કરી. તેઓએ સંવાદદાતાઓનો કોઇ જ સવાલ નથી લીધો. આ બેઠકમાં થયેલી ચર્ચાને વિશે સૂત્રોએ જણાવ્યું કે, ચીન કોઇ પરિણામ માટે અથવા પોલેન્ડ દ્વારા કોઇ જાહેરાત રજૂ કરવા પર જોર આપવામાં આવી રહ્યું હતું. બ્રિટેને પણ પ્રેસ જાહેરાતની માંગ પર ચીનનો સાથ આપ્યો. પોલેન્ડ ઓગસ્ટ મહીના માટે સુરક્ષા પરિષદનાં અધ્યક્ષ છે.

સૂત્રોએ જણાવ્યું કે, યૂએનએસસી અધ્યક્ષે ચર્ચા બાદ કહ્યું કે, 'પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવાનો કોઇ જ અધિકાર નથી. આ વખતે પણ તેમની વાતોમાં કોઇ દમ ન હોતો. કોઇ પરિણામ ના આવ્યું, પરામર્શ બાદ પોલેન્ડે કોઇ પણ પ્રકારનું નિવેદન ના આપ્યું.'

Jammu and Kashmir

સૂત્રોએ કહ્યું કે, જો પાકિસ્તાન એમ અનુભવે કે કલમ 370 સ્થિતિમાં એક મોટો ફેરફાર છે તો ચીન-પાકિસ્તાન આર્થિક ગલિયારા (સીપીઇસી) શું છે. સૂત્રોનાં અનુસાર પરિષદમાં આફ્રીકી દેશો, આઇવરી કોસ્ટ અને ઇક્વેટોરિયલ ગુએના, ડોમિનિકન રિપબ્લિક, જર્મની, અમેરિકા, ફ્રાંસ અને રશિયાએ ભારતનું સમર્થન કર્યુ. સંયુક્ત રાષ્ટ્રનાં કૂટનીતિક સૂત્રોએ કહ્યું કે, ફ્રાંસ ક્ષેત્રની સ્થિતિ પર નજર રાખવામાં આવેલ છે. તેની પ્રાથમિકતા એ છે કે ભારત અને પાકિસ્તાન દ્વિપક્ષીય સંવાદ કરે. અમેરિકા અને જર્મનીનું પણ આ જ વલણ હતું.

 

સંકળાયેલા મુદ્દાઓ

China India UNSC pakistan world ચાઇના ચીન પાકિસ્તાન UNSC

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ