બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / unique theft in gwalior not money but girls stealing chocolates video viral

અનોખી ચોરી / VIDEO : સ્ટોરમાં મોંઘી ચોકલેટ ચોરીને ભાગી સુંદર છોકરીઓ, કેમ રસ પડ્યો? વીડિયો થયો વાયરલ

Hiralal

Last Updated: 10:04 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમપીના ગ્વાલિયરમાં રુપિયા કે કિંમતી સામાનની નહીં પરંતુ 4 છોકરીઓ સ્ટોરમાંથી મોઁઘી ચોકલેટ ચોરીને ભાગી હતી.

  • એમપીના ગ્વાલિયરમાં અનોખી ચોરીનો મામલો
  • 4 છોકરીઓ સ્ટોરમાંથી મોંઘી ચોકલેટ ચોરીને ભાગી ગઈ
  • હોસ્ટેલની છોકરીઓને મોંઘી ચોકલેટમાં કેમ રસ પડ્યો, ચર્ચાનો વિષય બન્યો 

અત્યાર સુધી તમે પૈસા, કિંમતી ચીજવસ્તુઓની ચોરી વિશે સાંભળ્યું હશે પરંતુ પહેલી વાર ચોકલેટ ચોરીની એક અનોખી ઘટના સામે આવી છે. જેમાં હોસ્ટેલમાં રહેતી છોકરીઓએ સ્ટોરમાંથી મોઁઘી ચોકલેટ ચોરીને ભાગી ગઈ હતી. એમપીમાં ગ્વાલિયરમાં રિયાંશી ડિપાર્ટમેન્ટનલ સ્ટોરમાંથી છોકરીઓની ચોકલેટ ચોરીની આ ઘટના બની છે.  ગ્વાલિયરના મહારાજપુરામાં આવેલા રિયાંશી ડિપાર્ટમેન્ટનલ સ્ટોરમાં રવિવારે સાંજે અહીં એક અનોખી ઘટના જોવા મળી હતી. સ્ટોર માલિકે જણાવ્યું કે, સાંજે જ્યારે તેઓ શોપિંગમાં વ્યસ્ત હતા, ત્યારે તેમના સ્ટોરમાં ચાર છોકરીઓ એકસાથે આવી હતી, જેમણે અનોખી ચોરી કરી હતી. આ છોકરીઓએ સ્ટોરમાં રાખેલી મોંઘી ચોકલેટની ચોરી કરી હતી. ચોકલેટ પરના છોકરીઓના હાથફેરા બાદ તે ખૂટી જતા તપાસ કરવામાં આવી, સીસીટીવી ફૂટેજ જોતાં તેમાં ચાર છોકરીઓ જિન્સના ખિસ્સામાં ચોકલેટ મૂકતી જોવા મળી હતી જે પછી પાક્કું થયું હતું પેલી 4 છોકરીઓ જ ચોકલેટ ચોરવા આવી હતી. 

400 રુપિયાની મોઁઘી ચોકલેટ ચોરીને છોકરીઓ ફરાર 
સ્ટોર માલિકનું કહેવું છે કે સ્ટોરમાં ચાર છોકરીઓ એકસાથે આવી હતી, જે દેખાવમાં સારા ઘરની લાગતી હતી. આવીને પહેલા તે કાઉન્ટર પાસે ઊભી રહી ગઈ ત્યાર બાદ નજર ચૂકવીને ફ્રિજમાંથી ચોકલેટ કાઢીને પોતાના જીન્સના ખિસ્સામાં રાખી હતી. ચારેય છોકરીઓએ આવું કર્યું હતું અને પછી કોઈની નજર પડે કે શક પડે તે પહેલા સ્ટોરમાંથી નીકળી ગઈ હતી. ચોકલેટની કિંમત 400 રુપિયા સુધીની હોવાનું પણ જણાવાય છે. 

હોસ્ટેલની છોકરીઓએ ચોકલેટ ચોરી હોવાની આશંકા 
સ્ટોર માલિકે ચોકલેટની ચોરીની ફરિયાદ લખાવી છે. નજીકની હોસ્ટેલમાં રહેતી યુવતીઓએ ચોકલેટ ચોરી કરી હોવાની આશંકા છે. સ્ટોરના સંચાલકનું કહેવું છે કે આવી ઘટનાઓ બની રહી છે. તેથી, અન્ય ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સે પણ સતર્ક રહેવું જોઈએ.

વીડિયો થયો વાયરલ
સ્ટોરમાં ફ્રિજમાંથી મોઁઘી ચોકલેટ ખિસ્સામા મૂકી રહેલી છોકરીઓનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટના બાદ દુકાનદારો તેમની ચીજવસ્તુઓનો બરાબરનો જાપ્તો રાખશે તે નક્કી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ