ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / Union Minister Mansukh Mandvia felicitated at Khodaldham

નેતાનું સન્માન / ખોડલધામ ખાતે મનસુખ માંડવિયાની રજત તુલા, 2022માં પાટીદારોનું પડશે 'વજન'?

Published By: Shyam

Last Updated: 07:40 PM, 29 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખોડલધામમાં મનસુખ માંડવિયાની રજત તુલા કરવામાં આવી હતી, 75 કિલો ચાંદીથી મનસુખ માંડવિયાની રજત તુલા કરાઈ

ADVERTISEMENT

  • કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખોડલધામમાં
  • ખોડલધામમાં મનસુખ માંડવિયાની કરાઈ રજત તુલા
  • 75 કિલો ચાંદીથી મનસુખ માંડવિયાની કરાઈ રજત તુલા

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખોડલધામ પહોંચ્યા હતા. જ્યાં ખોડલધામમાં મનસુખ માંડવિયાની રજત તુલા કરવામાં આવી હતી. 75 કિલો ચાંદીથી મનસુખ માંડવિયાની રજત તુલા કરાઈ હતી. તુલાના 75 કિલો રજત ખોડલધામને અર્પણ કરાશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ સક્રીય થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સૌરાષ્ટ્રની મુલાકાતે પહોંચ્યા. જ્યાં તેમણે વજુભાઈ વાળા બાદ પાટીદારો સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. માંડવિયા સાથેની બેઠકમાં લેઉવા અને કડવા પાટીદાર એકસાથે હોવાથી રાજકીય દ્રષ્ટીકોણની આ બેઠક ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. કારણકે પરેશ ગજેરા, જેરામ પટેલ, મૌલેશ પટેલ હાજર રહ્યાં હતા. જેમાં તેમને પાટીદાર સમાજ વિશે મહત્વનું નિવેદન કર્યું હતું.

પાટીદાર એટલે ભાજપ જ: મનસુખ માંડવિયા

ભાજપનો પ્રયાસ છે કે ચૂંટણી પહેલા પાટીદારોની નારાજગી દૂર કરવામાં આવે, આટલું જ નહીં પાટીદારોના આંતરિક પ્રશ્નો મામલે પણ ભાજપે રસ દાખવ્યો છે. માંડવિયાએ એક મોટું નિવેદન આપતા કહ્યું કે પાટીદાર એટલે ભાજપ જ છે, સાથે જ તેમને કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાટીદાર સમાજને મહત્વ આપ્યું છે. આપને જણાવી દઈએ કે કેટલાક સમય પહેલા જ પાટીદાર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માગ ઉઠી ચુકી છે.  બીજી તરફ આ તકનો રાજકીય રીતે લાભ લેવાના પ્રયાસમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ લાગી ગઈ છે.

મનસુખ માંડવિયાનું અંગત નિવેદન: નરેશ પટેલ

મનસુખ માંડવિયાએ પાટીદારો સાથેની બેઠકમાં પાટીદાર એટલે ભાજપ હોવાનો મત રજૂ કર્યો હતો. આ મામલે પત્રકારોએ નરેશ પટેલને સવાલ કરતા તેમણે જણાવ્યું કે પાટીદાર એટલે ભાજપ એ મનસુખ માંડવિયાનો અંગત નિવેદન હોઈ શકે. આમ, નરેશ પટેલે માંડવિયાના નિવેદનને સમર્થન ન આપ્યું. અને તેમણે કહ્યું કે પાટીદાર સમાજના કેટલાક લોકો કોંગ્રેસ અને AAPમાં પણ છે.  જો કે તેમણે કેન્દ્રીય કેબિનેટમાં આરોગ્ય મંત્રી તરીકે માંડવિયાને સ્થાન મળવા બાબતે ખુશી પણ વ્યક્ત કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Mansukh Mandavia Naresh Patel ખોડલધામ નરેશ પટેલ મનસુખ માંડવિયા રજત તુલા khodaldham

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ