બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Union Home Minister Amit Shah will inaugurate various projects in Banaskantha on January 15.

બનાસકાંઠા / ઝીરો ટકા વ્યાજ 50 હજાર સુધીની લોન, પશુપાલકો મળશે મોટી મદદ, અમિત શાહ કરાવશે શુભારંભ

Dinesh

Last Updated: 08:37 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Banaskantha News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 15મી જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીના બનાસ બોવાઈન એન્ડ બ્રિડ રીસર્ચ સેન્ટર, પાલનપુરમાં નિર્માણ થનાર બનાસ બેંકના ઓડિટોરિયમ હોલ, ખેડૂત તાલીમ કેન્દ્રનું ઈ-ખાતમુહુર્ત કરશે

  • કેન્દ્રીય ગૃહમંત્રી બનાસકાંઠાની લેશે મુલાકાત
  • દિયોદરના સણાદર ખાતે જનમેદનીને સંબોધશે
  • અમિત શાહ કરશે વિકાસકામોના લોકાર્પણ


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 15મી જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેશે. દિયોદર તાલુકાના સણાદર ખાતે જનમેદનીને સંબોધી બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના વિવિધ પ્રોજેક્ટનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સણાદર ખાતેથી અમિત શાહના હસ્તે ભીલડીમાં નિર્માણ થનાર બનાસ ડેરીના બનાસ બોવાઈન એન્ડ બ્રિડ રીસર્ચ સેન્ટર, પાલનપુરમાં નિર્માણ થનાર બનાસ બેંકના ઓડિટોરિયમ હોલ, ખેડૂત તાલીમ કેન્દ્રનું ઈ-ખાતમુહુર્ત કરશે. જ્યારે બાદરપુરા ઓઈલ સંકુલમાં બનાસ ડેરી અલ્ટ્રા મોર્ડન આટા પ્લાન્ટ, પાલનપુરના બનાસ વ્હે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે. 

બનાસ બેંક આપશે 50 હજાર સુધીનુ ધિરાણ
બનાસ બેંક દ્વારા પશુપાલકોને રૂપિયા 50 હજાર સુધીનુ ધિરાણ શૂન્ય ટકાના વ્યાજ દરે મળી રહે તે માટે માઈક્રો ATM અને કિસાન ક્રેડિટ કાર્ડનો પણ અમિત શાહ શુભારંભ કરાવશે. વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું કે, સહકાર ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ અને ગ્રોથ થઈ રહ્યો છે. ત્રણ નવી સહકારી મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ સોસાયટી બનાવવાની સાથે બધી સહકારી સંસ્થાઓનું કો ઓર્ડિનેશન થાય એવી કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઇ શાહની સૂચના હતી. 

વાંચવા જેવું: પ્રિ-વેડિંગ શૂટ, બોક્સ ક્રિકેટ-વોલીબોલ...: 11 કરોડના ખર્ચ બાદ ફેમસ થઈ ગયું અમદાવાદનું આ ગાર્ડન

બનાસ ડેરી અને બનાસ બેંકના વિવિધ પ્રોજેક્ટ
વધુમાં તેમણે કહ્યું કે, દેશના અને ખેડૂતોના નાણાં દેશમાં રહે, ખેડૂતો પાસે રહે, આ માટે એક નવા મોડેલની સાથે સહકાર ના એક ખૂબ મોટા અધ્યાયની અહીં થી શરૂઆત થઈ રહી છે. જેનો આગામી દિવસમાં દેશભરમાં અમલીકરણ કરવામાં આવશે. આ સાથે દેશી ગાય ભેંસ ની નસ્લ સુધારણા અને ગૌ સંવર્ધન માટે 200 વિઘા જમીનમાં એક સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે. તો માતા બહેનો ને ઝીરો ટકા વ્યાજે પચાસ હજાર સુધીની લોન મળી રહે એ માટે કિસાન ક્રેડિટ કાર્ડ નો પણ શુભારંભ થઈ રહ્યો છે તેમ જણાવ્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ