બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad, Parimal Garden has been redeveloped by AMC at a cost of 11 crores

સુવિધા / પ્રિ-વેડિંગ શૂટ, બોક્સ ક્રિકેટ-વોલીબોલ...: 11 કરોડના ખર્ચ બાદ ફેમસ થઈ ગયું અમદાવાદનું આ ગાર્ડન

Dinesh

Last Updated: 06:04 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદમાં AMC દ્વારા 11 કરોડના ખર્ચે પરિમલ ગાર્ડનું રિડેવલપમેન્ટ કરાયું છે, નાના બાળકો માટે લપસણી, ઝૂલાની વ્યવસ્થા, લોકો બેસી શકે તે માટે બાંકડા, તળાવની સુવિધાઓ કરવામાં આવી છે

  • અમદાવાદના પરિમલ ગાર્ડનને મળ્યો નવો અવતાર 
  • પરિમલ ગાર્ડનું 11 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ 
  • યુવાનો માટે ફ્રી બોક્સ ક્રિકેટ અને વોલીબોલની સુવિધા

Ahmedabad news: અમદાવાદ શહેરની મધ્યમાં આવેલા પરિમલ ગાર્ડનનો કોર્પોરેશન દ્વારા રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. જ્યાં નાના બાળકોની માંડીને સિનિયર સિટીઝન્સ માટે વિવિધ વ્યવસ્થાઓ અને આકર્ષણ ઉભા કરવામાં આવ્યા છે. 60ના દશકમાં બનાવવામાં આવેલા પરિમલ ગાર્ડનને વર્ષ 2022માં રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું. જેમાં AMC દ્વારા 11 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ગાર્ડન પ્રિ-વેડિંગ શૂટ માટે પણ ફેમેસ થઈ રહ્યો છે. 

નાના બાળકો માટે રાઇડ્સ અને યુવાનો માટે પણ ઘણું બધુ
પરિમલ ગાર્ડનમાં નાના બાળકો માટે લપસણી, ઝૂલાની વ્યવસ્થા, લોકો બેસી શકે તે માટે બાંકડા, તળાવની સુવિધાઓ કરવામાં આવી છે. તેમજ અનેક લોકો અહીં પ્રિ-વેડિંગના શૂટ માટે પણ અહીં આવી રહ્યાં છે. જ્યારે પહેલા પરિમલ ગાર્ડનમાં અનેક અસામાજિક તત્વો પણ દેખાતા હતા. જો કે રિડેવલપમેન્ટ બાદ કોઇ અસામાજિક તત્વો ગાર્ડનમાં જોવા નહીં મળે તે પ્રકારની વ્યવસ્થા કરાઇ છે.  અમદાવાદ શહેરના મધ્યમાં આવેલ પરિમલ ગાર્ડન હવે લોકોમાં લોકપ્રિય બની રહ્યો છે.

વાંચવા જેવું: અનંત અને રાધિકાનું પ્રિ-વેડિંગ: ઠાઠમાઠથી જામનગરમાં થશે ફંક્શન, મુકેશ અને નીતા અંબાણીએ હાથથી લખેલ ભાવુક આમંત્રણ વાયરલ

ગાર્ડનના નવિનીકરણ બાદ મુલાકાતીઓમાં વધારો 
રિડેવલપમેન્ટ બાદ રવિવારના દિવસે પરિમલ ગાર્ડનમાં વધુમાં વધુ લોકો પોતાના પરિવાર સાથે સારો સમય પસાર કરવા ગાર્ડનની મુલાકાતલઇ રહ્યા છે. ભૂતકાળમાં પરિમલ ગાર્ડન આંબાના ગાર્ડન તરીકે પણ ઓળખાતું હતું. જ્યારે પરિમલ ગાર્ડનની બાજુમાં એક સમયે અમદાવાદનું છેલ્લેથી બીજું બસસ્ટેન્ડ પણ હતું. જો કે હવે શહેરની મધ્યમમાં પરિમલ ગાર્ડન લોકોને શુદ્ધ હવા અને શાંતિ આપવા સાથે સાથે શહેરની શોભા વધારી રહ્યું છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ