બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ulte hanuman mandir placed near indore in sanwer

આસ્થા / આ મંદિરમાં શા માટે ઊંધા ઊભા રહે છે બજરંગબલી, જાણો રોચક કારણ અને પૌરાણિક માન્યતા

Published By: Bhushita

Last Updated: 12:10 PM, 14 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પવનપુત્ર બજરંગબલી આમ તો દેશભરમાં અનેક જગ્યાએ પ્રસિધ્ધ છે પણ ઈન્દોરના સાંવેરમાં આ એકમાત્ર મંદિર છે જ્યાં પવનપુત્ર ઊંધા ઊભા છે.

  • આ મંદિરમાં શા માટે ઊંધા ઊભા રહે છે બજરંગબલી
  • ઈન્દોરના સાંવેરમાં આ એકમાત્ર મંદિર છે
  • જાણો રોચક કારણ

દેશમાં જેટલા પણ ભગવાન રામના મંદિર છે તેટલા જ બજરંગબલીના મંદિર પણ છે. ભગવાન હનુમાનનું નામ જપીને ભક્તોના અનેક સંકટ દૂર થઈ જાય છે. દેશમાં હનુમાનજીના અનેક ચમત્કારી મંદિર છે. તેમાંથી એક મંદિર ઊંઘા હનુમાનજીનું છે. અહીં હનુમાનજી માથાના ભાગે ઊંધા ઊભા છે. આ પ્રાચીન મંદિરમાં સ્થાપિત બજરંગબલીની પ્રતિમા સંભવતઃ વિશ્વની એકમાત્ર પ્રતિમા છે જેમાં હનુમાનજીના ઊંધા ઊભા રહેવાનું સ્વરૂપ છે. આ મંદિર ભક્તોની આસ્થાનું મોટું કેન્દ્ર છે. 

મધ્યપ્રદેશમાં સ્થિત છે ઊંધા હનુમાન
ઊંધા હનુમાનનું આ પ્રસિદ્ધ મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે. મધ્યપ્રદેશની આર્થિક રાજધાની કહેવાતા ઈન્દોરથી 30 કિમીન દૂર સાંવેર ગામમાં આ ઊંધા હનુમાનજી વિરાજે છે. આ મંદિરમાં પવનપુત્રની આ અદ્ભૂત પ્રતિમાના દર્શનને માટે દેશભરમાંથી ભક્તો આવે છે અને શિવ અને પાર્વતીની મૂર્તિઓ પણ અહીં સ્થાપિત કરાઈ છે. ઈન્દોર પહોંચીને સડક માર્ગે આ મંદિરની મુલાકાત લઈ શકાય છે.  

ચમત્કારી છે ઊંધા હનુમાન
ઊંધા હનુમાનને લઈને માન્યતા છે કે આ મંદિરમાં જો કોઈ પણ વ્યક્તિ 3 કે 5 મંગળવાર સુધી બજરંગબલીના દર્શન કરવા માટે સતત આવે છે તો તેના તમામ કષ્ટ દૂર થઈ જાય છે. એટલું નહીં તેની દરેક મનોકામનાઓ પૂરી થાય છે. મંદિરમાં મંગળવારે હનુમાનજીને ચોલા ચઢાવવાની માન્યતા છે.  


 
ઊંધા હનુમાનને લઈને આ છે પૌરાણિક માન્યતા

 ઊંધા હનુમાન મંદિરની સ્થાપનાને લઈને માન્યતા છે કે રામાયણ કાળમાં જ્યારે ભગવાન રામ અને રાવણનું યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે અહિરાવણ પોતાનું રૂપ બદલીને ભગવાન રામની સેનામાં સામેલ થયા. આ પછી રાતના સમયે બધા સૂઈ રહ્યા હતા ત્યારે અહિરાવણ પોતાની માયાવી શક્તિથી શ્રી રામ અને લક્ષ્મણજીને મૂર્છિત કરીને પોતાની સાથે પાતાળ લોક લઈ ગયા. જ્યારે વાનર સેનાએ આ વાત જાણી તો હડકંપ મચી ગયો. જ્યારે હનુમાનજીને આ વાતનો ખ્યાલ આવ્યો તો અહિરાવણને શોધતા તેઓ પાતાળ લોક પહોંચ્યા અહીં બજરંગબલિએ અહિરાવણનો વધ કર્યો અને ભગવાન રામ અને અનુજ લક્ષ્મણજીને પરત લાવ્યા. માનવામાં આવે છે કે સાંવરે જ એ સ્થાન હતું જ્યાંથી હનુમાનજીને પાતાળ લોકમાં લઈ જવાયા હતા.  જ્યારે તેઓએ અહીં જવા માટે પ્રવેશ કર્યો ત્યારે તેમના પગ આકાશ તરફ હતા અને માથું ધરતી તરફ હતું. આ કારણે હનુમાનજીની ઊંધા સ્વરૂપની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.  

સંકળાયેલા મુદ્દાઓ

Dharma Indore Sanwer ulte hanuman mandir ઈન્દોર ઊંઘા હનુમાનજી બજરંગબલી મંદિર માન્યતા ulte hanuman mandir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ