બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / ukrainian soldier blown up bridge for stop russia army

શૌર્યગાથા / માં ભોમની રક્ષા કાજે આ સૈનિકે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી, રશિયાને ઘૂસતા રોકવા આ કામ પાર પાડ્યું

Pravin

Last Updated: 05:57 PM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રૂસ અને યુક્રેન વચ્ચે ભીષણ જંગ ચાલું છે. જ્યારે રશિયાના સૈનિકો રાજધાની કીવ પાસે પહોંચી ગઈ છે. રશિયાએ દાવો કર્યો છે કે, ટૂંક સમયમાં જ તે રાજધાની કીવ પર કબ્જો કરી લેશે.

  • રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ
  • રશિયાએ યુક્રેન પર કર્યો મોટો હુમલો
  • યુક્રેનની સેના પર આપી રહ્યા છે જવાબ

રૂસ અને યુક્રેન વચ્ચે ભીષણ જંગ ચાલું છે. જ્યારે રશિયાના સૈનિકો રાજધાની કીવ પાસે પહોંચી ગઈ છે. રશિયાએ દાવો કર્યો છે કે, ટૂંક સમયમાં જ તે રાજધાની કીવ પર કબ્જો કરી લેશે. આ યુદ્ધમાં યુક્રેની સૈનિકોનું પરાક્રમ પણ જોવા મળી રહ્યું છે. જે પોતાના દેશની રક્ષા માટે બલિદાન આપી રહ્યા છે. હવે એક યુક્રેની જવાનના પરાક્રમનો કિસ્સો ચારેબાજૂ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 
 

ક્રીમિયા તરફથી આવ્યા રહ્યા છે સૈનિકો

હકીકતમાં ક્રીમિયા પર રશિયાએ પહેલાથી કબ્જો કરી લીધો હતો. હવે ક્રીમિયાના રસ્તેથી સૈનિકો યુક્રેન તરફ કૂચ કરી રહ્યા છે. શરૂઆતમાં તેમને રોકવા માટે યુક્રેની સેનાએ બહું કોશિશ કરી, પણ તેઓ સફળ થયાં નહીં. ત્યાર બાદ તેમણે પુલને ઉડાવી દેવાનો પ્લાન બનાવ્યો. જે ક્રીમિયાથી યુક્રેનને જોડે છે, જેથી રશિયાની સેનાને રોકી શકાય.

પુલ ઉડાવવામાં ગયો જીવ

યુક્રેની સેનાના જણાવ્યા અનુસાર રશિયાઈ ટેંકોએ હુમલો કર્યો, તો મરીન બટાલિયનના એન્જીનિયર વિટાલી શકુન ખેરસોન ક્ષેત્રમાં હેનિચેસ્ક પુલની રખેવાળી કરી રહ્યા હતા. રશિયા સેનાને આગળ વધતી જોઈ યુક્રેનના અધિકારીઓએ નિર્ણય લીધો કે, તે પુલને ઉડાવી દેવામાં આવશે. આ જવાબદારી વિટાલીને સોંપવામાં આવી. તેમને ખબર હતી કે, આ પુલને ઉડાવતી વખતે તેમના જીવને ખતરો રહેશે. પણ તેમણે પાછીપાની કરી નહીં. તે પુલ પર પહોંચ્યા અને બોમ્બથી પુલને ઉડાવી દીધો. આ ઘટનામાં તે શહીદ થઈ ગયા.

વીરતા પુરસ્કારથી થશે સન્માનિત

વિટાલીની આ બહાદુરીથી રશિયાઈ સેનાનો યુક્રેનને ઘુસવા માટે અન્ય રસ્તે જવું પડ્યું. ત્યારે આવા સમયે યુક્રેનીઓને જવાબ આપવા માટે વધારે સમય વેડફાયો. યુક્રેની સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, દરેક મોર્ચે યુક્રેનીઓ રશિયાને જવાબ આપી રહ્યા છે. દુશ્મને રોકવા માટે મરીન બટાલિયને પુલ ઉડાવી દીધો. આ ઘટનામાં વીટાલી શકુન શહીદ થઈ ગયા. યુક્રેની સેનાએ કહ્યું કે, જ્યાં સુધી જીવતા રહેશે, ત્યાં સુધી લડતા રહીશું. ત્યાર બાદ શહીદ જવાન માટે વીરતા પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ