ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Ukraine has once again witnessed a major cyber attack targeting government organizations

Russia Ukraine Crisis / યુક્રેન પર ફરી મોટો સાયબર એટેક, સરકારી સંગઠનો ટાર્ગેટ કરાયા, રશિયાનો હાથ હોવાની આશંકા

Published By: Ronak

Last Updated: 11:42 AM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો અને બીજી તરફ યુક્રેનમાં મોટો સાયબર એટેક થયો હોવાનું સામે આવ્યું છે. જેમા યુક્રેનના સરકારી સંગઠનોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

  • યુક્રેન પર ફરીથી થયો મોટો સાયબર એટેક
  • સરકારી સંગઠનોને આ વખતે ટાર્ગેટ કરવામાં આવ્યા 
  • રશિયાએ સાયબર એટેક કર્યો હોવાની આશંકા 

યુક્રેન પર રશિયાએ હુમલો તો કર્યો જેના કારણે અત્યાર સુધીમાં યુક્રેનમાં 300 લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે. પરંતું બીજી તરફ યુક્રેનની સંસદ અને અન્ય સરકારી બેંકિગ વેબસાઈટો પર પણ સાયબર એટેક થયો છે. જેમા સાયબર સિક્યોરિટી રિસર્ચર્સનું કહેવું છે કે અજ્ઞાત હુમલાખોરોના વિનાશકારી મેલવેયરને કારણે ઘણા બધા કોમ્યુટરો હેક થયા છે. 

વાયરસ ઘણી બધી સાઈટો માટે ખતરારૂપ 

યુક્રેનના અધિકારીઓ અને વિશ્લેષકોનું કહેવું છે કે રશિયા સાયબર એટેક કરવામાં આવ્યો તેવી આશંકા છે. જોકે જે સાયબર એટેક થયો છે તેના કારણે કેટલું નુકશાન થયું તે હજું સામે નથી આવ્યું. પરંતુ મેલવેયર વાયરસ ઘણી બધી સાઈટ માટે ખતરારૂપ બન્યો છે. સુરક્ષાને ધ્યાવનમાં રાખીને નામ હજુ આપવામાં નથી આવ્યા પરંતુ મોટા સંગઠનો આ સાયબર એટેકનો ભોગ બન્યા છે. 

અગાઉ બેંકોની વેબસાઈટ હેક થઈ હતી 

અધિકારીઓનું કહેવું છે કે કોના દ્વારા આ સાયબર એટેક કરવામાં આવ્યો તે સામે નથી આવ્યું. પરતું વર્તમાનમાં જે સંકટ ચાલી રહ્યું છે. તેના સાથે સાથેજ આ એટેક સંકળાયેલો છે. જોકે અગાઉ પણ થોડાક દિવસ પહેલા આજ રીતે યુક્રેનમાં એક સાયબર એટેક થયો હતો. જેમા સરકારી વેબસાઈટો સહિત બેંકોની વેબસાઈટ પણ હેક થઈ હતી. 

યુક્રેનના રાષ્ટ્રપતિએ શાંતિ રાખવા કરી અપીલ 

ઉલ્લેખનીય છે કે રશિયાએ કરેલા હુમલાને લઈે યુક્રેનના રાષ્ટ્રપતિએ શાંતિ રાખવા અપીલ કરી છે. સાથેજ તેમણે દેશને સંબોધન આપતા કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિ પુતિનને ફોન કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તેમને કોઈ જવાબ નથી મળ્યો. તેમણે કહ્યું કે રશિયાના આક્રમણથી લાખો જિંદગીઓને અસર થશે. ઉપરાંત તેમણે કહ્યું કે યુક્રેનના લોકો અને યુક્રેનની સરકાર શાંતિ ઈચ્છે છે. પરંતુ દેશ પર જો આક્રમણ થયું તો તેઓ પણ લડશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Russia cyber attack ukraine યુક્રેન રશિયા સાયબર એટેક Russia ukraine crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ