બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
પંજાબ નેશનલ બેન્કના લોન કૌભાંડના મુખ્ય આરોપી સમાન નીરવ મોદીને હવે ભારત લઈ આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. બ્રિટેનની અદાલત પછી હવે ત્યાંની બોરિસ જ્હોન્સન સરકારમાં ગૃહમંત્રીનો હાવલો સંભાળતી ભારતીય મૂળની બ્રિટિશ મહિલા પ્રીતિ પટેલે આ મામલે પોતાની મંજૂરી પણ આપી દીધી છે. CBI ના એક અધિકારીએ કહ્યું કે શુક્રવારે બ્રિટનની ગૃહમંત્રી પ્રીતિ પટેલે નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવાના નિર્ણયની પુષ્ટિ કરી છે. અગાઉ લંડનની એક અદાલતે આ કેસની સુનાવણી દરમિયાન નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણ માટે સંમતિ આપી હતી અને કહ્યું હતું કે ભારતની જેલમાં તેમની સંભાળ લેવામાં આવશે એમ કહીને તેની પ્રત્યર્પણને પડકારનારી તમામ અરજીઓને નકારી કાઢી હતી.
UK government approves extradition of Nirav Modi: CBI official
— ANI Digital (@ani_digital) April 16, 2021
Read @ANI Story | https://t.co/x4Tgy3UGn4 pic.twitter.com/Ok8FLMVIJc
ADVERTISEMENT
14 હજાર કરોડની છેતરપિંડીનો છે આરોપ
ADVERTISEMENT
નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેંકના અધિકારીઓની સાથે મળીને રૂ. 14,000 કરોડથી વધુની લોનની છેતરપિંડીનો આરોપ છે. આ છેતરપિંડી ગેરંટીપેપર દ્વારા આચરવામાં આવી હતી. ભારતમાં બેંક કૌભાંડ અને મની લોન્ડરિંગના બે મોટા કેસ CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયા છે. આ સિવાય તેની વિરુધ્ધ અન્ય કેટલાક કેસો પણ ભારતમાં નોંધાયેલા છે. CBI અને EDની વિનંતીથી ઓગસ્ટ 2018 માં બ્રિટનને તેમના પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી હતી.
આ કૌભાંડ બાદ ભારત ભાગી ગયેલા નીરવ મોદી હાલમાં લંડનની વર્ડસવર્થ જેલમાં બંધ છે. પોતાના પ્રત્યાર્પણ ટાળવા માટે નીરવ મોદીએ કોર્ટમાં કહ્યું હતું કે તે માનસિક રીતે બીમાર છે. તેમણે ભારતની જેલમાં સુવિધા ન હોવાનો દાવો પણ કર્યો હતો. જોકે, કોર્ટે નીરવ મોદીની આ દલીલોને નકારી કાઢી હતી.
ADVERTISEMENT

હીરા કારોબારીનું નવું સરનામું બનશે આર્થર રોડ જેલ
ADVERTISEMENT
ભારત લાવ્યા પછી, નીરવ મોદી કઈ જેલમાં રહેશે અને કઈ બેરેકમાં રહેશે, તે તેના આગમન પહેલા જ નક્કી થઈ ગયું છે. મુંબઈની આર્થર રોડ જેલમાં નીરવ મોદીને તેનું નવું સરનામું મળશે. અહીંની જેલમાં સળિયા પાછળ તેને બંધ રાખવા માટે એક વિશેષ સેલ તૈયાર છે. તેને બેરેક નંબર 12 માં ત્રણ સેલમાંથી એકમાં મૂકવામાં આવશે. મહત્વનું છે કે ફેડરલ જેલની આ 12 નંબરની બેરેક ખૂબ ઊંચી સુરક્ષા ધરાવતી બેરેક છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.