ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / અજબ ગજબ / વિશ્વ / uk based kerala couple wins lamborghini urus and 18.94 lakh cash reward

વાહ / કોરોનાથી બેરોજગાર શિબૂની કિસ્મત બદલાતા મળી 1.84 કરોડની લૅમ્બોર્ગિની, ડેકી ખોલી તો ચોંકી ગયો

Published By: vtvAdmin

Last Updated: 09:14 PM, 10 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિબૂ પૉલ અને લિનનેટ જોસેફ એક મલયાલી કપલ છે જે બ્રિટનના નૉટિંઘમમાં રહે છે. એક દિવસે તેમને ખબર પડી કે તેમણે 1.84 કરોડ રૂપિયાની 'લૅમ્બોર્ગિની ઉર્સ' કાર જીતી છે તો તેમને વિશ્વાસ ન થયો. પરંતુ આ હકીકત હતી કારણ કે શિબૂ બેસ્ટ ઓફ ધ બેસ્ટ (BOTB) દ્વારા આયોજિત લાઈફસ્ટાઈલ કૉમ્પિટિશનના વિનર બન્યો હતો.

ADVERTISEMENT

મીડિયા રિપોર્ટ અનુસાર શિબૂએ કોરોનાના કારણે નોકરી ગુમાવી દીધી હતી પરંતુ જ્યારે કૉમ્પિટિશનમાં જીતેલી લૅમ્બોર્ગિનીની ડેકી ખોલી તો ચોંકી ગયો. કારણ કે ત્યાં 18.94 રૂપિયાની પ્રાઈઝ મની પણ હતા. 

કોટ્ટાયમ જિલ્લાના પિરાવોમની પાસે વેલ્લૂર છે અને 31 વર્ષીય શિબૂ મૂળ ત્યાંનો વતની છે. વર્ષ પહેલાં તે યુ.કે શિફ્ટ થયો હતો. આ પહેલા કૉચ્ચિમાં એક સ્ટુડિયોમાં સાઉન્ડ એન્જિનિયરનું કામ કરતો હતો. શરૂઆતમં આ કપલ કેમ્બ્રિજમાં રહેતું હતું પરંતુ ત્યાં રહેવાનું મોંઘુ પડતાં તેઓ નૉટિંઘમમાં શિફ્ટ થયાં હતાં. જ્યારે તેની પત્ની લિનનેટ હાલમાં નૉટિંઘમ સિટી હૉસ્પિટલમાં એક સ્ટાફ નર્સ છે. 

શિબૂ કોરોના મહામારીને કારણે હાલ બેરોજગાર છે. તેણે ઘણાં ઈન્ટરવ્યૂ આપ્યા હતાં પરંતુ ક્યાંય મેળ પડ્યો ન હતો. આ દરમ્યાન તેણે 1800 રૂપિયામાં BOTB (યુ.કેમાં 1999થી ઍરપોર્ટ ઑપરેટ કરે છે)ની ત્રણ ટિકિટ ખરીદી હતી.

તેણે કહ્યું કે મેં ત્રણ વખત ભાગ લીધો પરંતુ મારે તેની આદત પાડવી ન હતી. છેલ્લી વખતે મેં ફોર્મ તો ભર્યુ પરંતુ તેના વિશે હું સંપૂર્ણપણે ભૂલી ગયો હતો. મારી પત્ની નાઈટ શિફ્ટ બાદ સૂતી હતી અને જ્યારે દરવાજાની ઘંટી વાગી તો અમે એક બ્રૅન્ડ ન્યૂ લૅમ્બોર્ગિની અને 20,000 પાઉન્ડ પ્રાઈઝ મનીના માલિક હતાં. અમે ભગવાનના આભારી છીએ કે આવા સમયે મારી જૉબને લઈને અમે ચિંતામાં હતાં. 

હકીકતમાં, બંને તે વખતે ચોંકી ગયા જ્યારે BOTBના રિપ્રેઝેન્ટિટિવે ગાડીની ડૅકી ખોલવાનું કહ્યું કારણ કે તેમાં પ્રાઈઝ મની હતા. જો કે આ કપલે લૅમ્બોર્ગિનીને બદલે રોકડ રકમ લેવાનું પસંદ કર્યુ હતું. કારણ કે શિબૂ પોતાની ટોયોટા યારિસ સાથે ખુશ છે અને તેને નૉટિંઘમમાં એક ઘર ખરીદવું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BOTB Kerala Couple United Kingdom lamborghini OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ