બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ટેક અને ઓટો / ujjain overheated mobile kept in jeans pocket cracked and caught fire youth injured by blast

સાવધાન! / આગઝરતી ગરમીમાં ફાટ્યો મોબાઈલ, આટલી બાબતોનું તમે પણ રાખજો ધ્યાન, નહીં તો ક્યાંયના નહીં રહો

Mayur

Last Updated: 02:50 PM, 1 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ દિવસોમાં ઉનાળાની આકરી ગરમી જોવા મળી રહી છે. ગરમીની અસર માણસોની સાથે મોબાઈલ પર પણ પડવા લાગી છે.ઉજ્જૈનના એક યુવાનના ખિસ્સામાં ફોન ફાટ્યો હતો.

  • ઉનાળાના દિવસોમાં ગરમીનો પ્રકોપ 
  • ટાઈટ જીન્સમાં રાખેલો ફોન ફાટ્યો 
  • આટલી બાબતોનું તમારે પણ રાખવું જોઈએ ધ્યાન 

આ દિવસોમાં ઉનાળાની આકરી ગરમી જોવા મળી રહી છે. જો ઘરની બહાર નીકળવું મુશ્કેલ હોય તો ઘરમાં પણ ગરમીનો પ્રકોપ અનુભવાય છે. ગરમીની અસર માણસોની સાથે મોબાઈલ પર પણ પડવા લાગી છે.

જો તમે ટાઈટ જીન્સ પહેરતા હોવ અને તેમાં મોબાઈલ રાખતા હોવ તો થોડા સાવધ થઈ જાવ, કારણ કે આવી જ એક ઘટના ઉજ્જૈનમાં બની છે જેમાં જીન્સના ખિસ્સામાં મોબાઈલ ફાટ્યો હતો જેના કારણે એક યુવક દાઝી ગયો હતો.

ટાઈટ જીન્સના ખિસ્સામાં ન રાખો ફોન 
ઉજ્જૈનના રહેવાસી નિર્મલ પમનાની ગંગા ફૂટવેરના નામે દુકાન ચલાવે છે. શહેરના નિજાતપુરામાં તેની દુકાન છે. રાબેતા મુજબ શનિવારે તેઓ પોતાની દુકાને બેઠા હતા. તેની પાસે રેડમી કંપનીનો મોબાઈલ હતો જે જીન્સના આગળના ખિસ્સામાં રાખવામાં આવ્યો હતો.

આગઝરતી ગરમીના કારણે અને ખિસ્સામાં રાખવાના કારણે મોબાઈલ અચાનક ગરમ થઈ ગયો. વેપારીએ પોતાનું કામ ચાલુ રાખ્યું અને મોબાઈલ ગરમ થઈ ગયો હતો. થોડી વાર પછી અચાનક ખિસ્સામાં રહેલો મોબાઈલ ફાટ્યો અને જીન્સમાં આગ લાગી ગઈ.

મિત્રએ આગ બુઝાવી 

આ યુવકની નજીકમાં બેઠેલા મિત્રએ આગ ઓલવી. જોકે, આ ઘટનામાં પીડિત નિર્મલની જાંઘ અને હાથ દાઝી ગયા હતા. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી.

ડોકટરોએ શું કહ્યું જુઓ 

આ કિસ્સામાં, ડોકટરોએ જણાવ્યું હતું કે, સંભવતઃ આખી રાત મોબાઈલ ચાર્જ થવાના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે. ઓવરચાર્જિંગને કારણે મોબાઈલ વધુ ગરમ થાય છે અને વિસ્ફોટ થાય છે. સૂર્યપ્રકાશને કારણે મોબાઈલ પણ ગરમ થાય છે, તેથી સાવચેતી જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ