બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ujjain murari bapu worshiped mahakal temple with lungi and white cloth created ruckus

વિવાદ / મહાકાલ મંદિરમાં મોરારી બાપુએ એવું તે શું કર્યું કે મચી બબાલ, પૂજારીઓને પડ્યો વાંધો, જાણો મામલો

Kishor

Last Updated: 07:04 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાકાલ મંદિરમાં મોરારી બાપુએ દર્શન કરતા તેઓના પોશાકને લઈને વિવાદ જાગ્યો છે. જેને લઈને પૂજારીઓએ વાંધો ઉઠાવ્યો હતો.

  • મોરારી બાપુના મહાકાલના ગર્ભગૃહમાં પ્રવેશને લઈને વિવાદ
  • મોરારી બાપુના પહેરવેશને લઈને બબાલ
  • મોરારી બાપુએ માથા પર સફેદ કપડું બાંધ્યું હતું

મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે એક દિવસીય રામકથાના અવસર પર કથાકાર મોરારી બાપુ ઉજ્જૈન ગયા હતા. આ દરમિયાન તેમણે બાબા મહાકાલના ગર્ભગૃહમાં જઇને ભગવાન મહાકાલનો જળાભિષેક અને પૂજન પણ કર્યું હતું. જેને લઈને હવે વિવાદ શરૂ થયો છે. ગર્ભ ગૃહમાં મોરારી બાપુ જે પહેરવેશ પહેરીને ગયા હતા તેને લઈને પૂજારી મહાસંઘ દ્વારા વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે. અખિલ ભારતીય પૂજારી મહાસંગ દ્વારા કહેવામાં આવ્યું છે કે મોરારી બાપુ એ માથા પર સફેદ કપડું બાંધ્યું હતું અને સફેદ ધોતી પહેરી હતી. જે મંદિર પ્રવેશની મર્યાદાની બહાર છે. 

સરસ્વતી શિશુ મંદિરમાં રામ કથાનું આયોજન

નોંધનીય છે કે મુરારી બાપુના વ્યાસાસને 5 ઓગસ્ટે ઉજ્જૈનમાં મહાકાલ લોક નજીક આવેલા સરસ્વતી શિશુ મંદિરમાં રામ કથાનું આયોજન કરવામા આવ્યું હતું. જેના ભાગરૂપે મુરારી બાપુ ત્યાં પહોંચ્યા હતા. જ્યા તેઓના હજારો અનુયાયીઓની પણ હાજરી હતી. બાદમાં બાપુ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ પહોંચ્યા હતા.

મોરારી બાપુના નિવેદન પર સાધુઓ બાદ નેતાઓ પણ ભડક્યાં, કહ્યું બાપુમાં સંતપણું  દેખાતું નથી | Morari Bapu stirs controversy with his statement on Lord  NILKANTH Swaminarayan saints fume

પ્રમુખ મહેશ પૂજારીએ જણાવ્યું કે...
વિવાદને લઈને અખિલ ભારતીય પૂજારી ફેડરેશનના પ્રમુખ મહેશ પૂજારીએ જણાવ્યું કે મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવા માટે અલગ વ્યવસ્થા છે. જેનું પાલન કરવું જરૂરી છે. જે રીતે મસ્જિદોમાં ટોપીનો નિયમ હોય છે, ગુરુદ્વારામાં માથા પર પાઘડીનો નિયમ હોય છે, તો મહાકાલ સમક્ષ ક્યારેય પણ માથા પર પાઘડી બાંધી ને જવામાં આવતું નથી. ભક્તો માત્ર ધોતી પહેરીને જ પ્રવેશ કરી શકે છે. પરંતુ બાપુએ ધોતી અને માથા પર કફન બાંધી રાખ્યું હતુ.

બીજી બાજુ મુરારી બાપુએ આ મામલે કહ્યું હતું કે 12 જ્યોતિર્લિંગ યાત્રા દરમિયાન તિરુપતિ બાલાજીના દર્શન થયા હતા. ત્યાંની પરંપરા મુજબ મેં મંદિરમાં મુંડન કરાવ્યું હતું અને પછી ગુજરાતી પાઘડી પહેરી હતી. મારા દાદા, પિતા અને આગળની પેઢીઓએ આ ગુજરાતી વિશિષ્ટ પાઘડી પહેરી છે. તે સૌરાષ્ટ્રના પરંપરાગત પહેરવેશ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ