બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / વિશ્વ / UAE first hindu temple launching programme live, PM Modi speech

BAPS Hindu Temple / LIVE: UAEને મળ્યું પ્રથમ હિન્દુ મંદિર, PM મોદીના હસ્તે BAPS મંદિરનું ઉદ્ઘાટન

Vaidehi

Last Updated: 07:16 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે PM નરેન્દ્ર મોદીનાં હસ્તે UAEનાં પ્રથમ હિંદૂ મંદિરનું લોકાર્પણ કર્યું. હજારો હિંદૂભક્તોની ભીડ PM મોદીને જોવા મંદિર તરફ ઊમટી છે. UAE સરકારે 27 એકર જમીન આ મંદિરનાં નિર્માણ માટે દાનમાં આપી છે.

  • અબુ ધાબીમાં બનેલ પ્રથમ હિંદૂ મંદિરનું આજે લોકાર્પણ
  • PM મોદીનાં હસ્તે મંદિરનું લોકાપર્ણ કરાયું
  • UAEનાં પ્રેસિડેંટ પણ હાજર રહ્યાં

અબુ ધાબીના ઐતિહાસિક BAPS હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણનો અવસર સમગ્ર વિશ્વ માટે સંવાદિતા, સ્નેહ અને સહિષ્ણુતાનો સંદેશ લઈને આવી રહ્યો છે. બી એ પી એસ સ્વામિનારાયણ સંસ્થાએ પોતાની અદભુત મેનેજમેન્ટ ક્ષમતા અને પવિત્ર હેતુ સાથે આ મંદિર નિર્માણ કર્યું છે. આજે સવારે વિધિવત ધોરણે આ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ઊજવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 27 એકરમાં ફેલાયેલ આ ભવ્ય મંદિર BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 700 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. જો કે આ મંદિરની જમીન UAE સરકાર દ્વારા દાનમાં આપવામાં આવી છે. આજે એટલે કે વસંત પંચમીનાં શુભ અવસરે PM નરેન્દ્ર મોદીનાં હસ્તે UAEનાં પ્રથમ હિંદૂ મંદિરનું લોકાર્પણ થયું. જુઓ વીડિયો.

PM મોદીએ BAPS મંદિરનું લોકાર્પણ કર્યું. 

અબૂ ધાબીમાં આ મંદિર પહેલો હિંદૂ મંદિર
ગંગા અને યમુનાનાં પવિત્ર જળ સિવાય મંદિરમાં રાજસ્થાનનાં ગુલાબી બલુઆ પત્થર અને ભારતથી પત્થર લાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ લાકડાંનાં બોક્સથી બનેલ ફર્નીચરે મંદિરની શોભા વધારી છે. અબૂ ધાબીમાં આ મંદિર પહેલો હિંદૂ મંદિર છે જે દેશનાં વિવિધ વિસ્તારોનાં યોગદાનથી બનેલ વાસ્તુકલાનું એક ચમત્કાર છે.

May be an image of 3 people and temple

ગૌરવશાળી ક્ષણ
યુ. એ. ઈ. ના લાખો ભારતીયો આ ગૌરવશાળી ક્ષણ માટે રોમાંચિત છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 2015 અને 2018માં અહીં પધારીને આ મંદિરની વિધિવત જાહેરાત કરી ત્યારે અહીં વસતા આશરે 33 લાખ ભારતીયોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું.  અત્રે ઉલ્લેખનીય છે કે, મંદિર માટેની ભૂમિનું ઉદાર દિલે યુ.એ.ઈના શાસકો દ્વારા દાન કરવામાં આવ્યું હતું. સાથે-સાથે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ સમક્ષ જ્યારે મંદિર નિર્માણની ડિઝાઇન રજૂ કરવામાં આવી ત્યારે તેમણે શિખરબધ્ધ મંદિરનો વિકલ્પ પસંદ કર્યો હતો.   

May be an image of temple

મંદિર વિષયક માહિતી અને વિશેષતાઓ
પ્રાચીન સ્થાપત્ય શાસ્ત્રોથી લઈને આધુનિકતમ ટેકનોલોજીના વિનિયોગથી નિર્મિત અબુધાબી BAPS હિન્દુ મંદિરનું સર્જન આ મંદિરનું સર્જન અસંખ્ય અદભુત મહિતીઓ અને અનુભવોથી રોચક બન્યું છે.    

વિસ્તાર: 27 એકર 

મંદિરની ભૂમિનું દાન: UAE ના શાસકો દ્વારા 
13.5 એકરમાં મંદિર પરિસર, 13.5 એકરમાં પાર્કિંગ
પાર્કિંગમાં આશરે 1400 કાર અને 50 બસોનો સમાવેશ કરવાની ક્ષમતા છે.
ટેક્સી સ્ટેન્ડ અને બે હેલીપેડની વ્યવસ્થા   
ઊંચાઈ: 108 ફૂટ, પહોળાઈ: 180 ફૂટ, લંબાઈ: 262 ફૂટ
UAE ના સાત દેશોનું પ્રતિનિધિત્વ કરતાં 7 શિખર 
2 મુખ્ય ડોમ, ‘ડોમ ઓફ હાર્મની’ અને ‘ડોમ ઓફ પીસ’  
12 સામરણ શિખર
402 સ્તંભ
25,000 જેટલાં પત્થરો દ્વારા મંદિર એક વિશાળ 3 D જિગ-સૉ પઝલની જેમ આકાર પામ્યું 
વિશ્વનું સર્વ પ્રથમ મંદિર, જ્યાં 300 જેટલાં સેન્સર્સ મૂકવામાં આવ્યા છે, જે દબાણ, તાપમાન, ભૂકંપ સંબંધી લાઈવ ડેટા પૂરો પાડતા રહેશે. 
વપરાયેલ માર્બલ: 50, 000 ઘન ફૂટ
વપરાયેલ ગુલાબી પત્થર : 1, 80, 000 ઘન ફૂટ
વપરાયેલ ઈંટો: 18, 00, 000
માનવ કલાકો - 6, 89, 512
મંદિર ઉપરાંત અન્ય સુવિધાઓમાં મંદિરમાં 3000 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો સભાગૃહ, કોમ્યુનિટી સેન્ટર, પ્રદર્શની, ક્લાસરૂમ અને મજલિસ હશે. મંદિરનું મોડેલ બનાવવા માટે 10 દેશોના, 30 પ્રોફેશનલ્સના 5000 માનવ કલાકો લાગ્યા છે.  સૌ પ્રથમ વાર મંદિરનું ડિજિટલ મોડેલ બનાવી સિસ્મિક એનાલીસીસ કરવામાં આવ્યું છે. ગીન બિલ્ડિંગ - ફાઉન્ડેશનમાં 55% ફલાય એશ નો ઉપયોગ કરવામાં આવ્યો

વધુ વાંચો: તમે જે જમીન કહેશો એ આપી દઇશ: સ્વામિનારાયણ મંદિર માટે એક સેકન્ડમાં જ તૈયાર થઈ ગયા હતા UAEના રાષ્ટ્રપતિ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ