બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
અબુ ધાબીના ઐતિહાસિક BAPS હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણનો અવસર સમગ્ર વિશ્વ માટે સંવાદિતા, સ્નેહ અને સહિષ્ણુતાનો સંદેશ લઈને આવી રહ્યો છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાએ આ મંદિર નિર્માણ કર્યું છે. આજે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ભારતીય સમય પ્રમાણે સવારે 8:45 પછી શરૂ થઈ હતી અને સંધ્યા સમયે લોકાર્પણ સમારોહ ભારતીય સમય પ્રમાણે સાંજે 6 થી 9:50 દરમિયાન યોજાશે.
BAPS મંદિરની જગ્યા..PM મોદી અને UAE પ્રેસિડેન્ટની મુલાકાતનો કિસ્સો સાંભળવા જેવો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 13, 2024
Video Source: ANI#NarendraModi #UAE #BAPS #PMModi #AbuDhabi #UAE #pmmodiuaevisit #MohammedbinZayedAlNahyan #vtvgujarati pic.twitter.com/gv863J8fig
ADVERTISEMENT
PM મોદી 13 જાન્યુઆરીએ દુબઈ પહોંચ્યા હતા. અહીં તેઓ રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહયાનને મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ. સાથે જ એમને ગઈકાલે 'અહલાન મોદી' નામના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. PM મોદીએ અહીં કહ્યું કે તેઓ વડાપ્રધાન બન્યાના થોડા સમય બાદ 2015માં પહેલીવાર UAE ગયા હતા અને પ્રિન્સ નાહયાનને અબુ ધાબીમાં મંદિર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, એ સમયે પ્રિન્સે એક ક્ષણ પણ બગાડ્યા વિના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો હતો.
ADVERTISEMENT
આ વિશે વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે, 'અલ નાહયાન કેટલા સંવેદનશીલ છે એ મને કોરોના દરમિયાન ખબર પડી હતી. કોવિડ દરમિયાન, મેં કહ્યું કે હું ભારતીયોને પાછા બોલાવીશ અને તેઓએ કહ્યું કે તેઓએ બિલકુલ ચિંતા ન કરવી જોઈએ. તેમનો આ અનંત પ્રેમ દરેક ક્ષણે યાદ રહેશે. 2015 માં, જ્યારે તમે બધાએ તેને અબુ ધાબીમાં મંદિરનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે તેણે તરત જ તેના માટે હા પાડી. તેમણે એમ પણ કહ્યું કે તમે જે જમીન પર આંગળી મુકશો એ જમીન હું આપીશ અને હવે અબુધાબીમાં ભવ્ય મંદિરના ઉદ્ઘાટનનો સમય આવી ગયો છે.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEની બે દિવસીય મુલાકાતે છે. તેઓ આજે સાંજે અબુધાબીમાં 27 એકરમાં ફેલાયેલા પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. મંદિરમાં સવારથી જ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. આ મંદિરનું નિર્માણ બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS દ્વારા કરવામાં આવ્યું છે. તેની કિંમત 700 કરોડ રૂપિયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.