બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / U19 World Cup 2024 VIDEO: Bangladeshi player misbehaved with Indian cricketers in ongoing match

U19 World Cup 2024 / VIDEO: ભારતીય ક્રિકેટર્સ સાથે ચાલુ મેચમાં બાંગ્લાદેશી ખેલાડીએ કર્યો દુર્વ્યવહાર, અમ્પાયર્સ પણ ગભરાયા

Megha

Last Updated: 09:36 AM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંડર-19 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાએ વિજયી શરૂઆત કરી પરંતુ મેચ દરમિયાન ભારત અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે ટક્કર થઈ હતી અને આ ઘટનાની હાલ ખૂબ ચર્ચા થઈ રહી છે.

  • અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ તેના અભિયાનની વિજયી શરૂઆત કરી છે.
  • મેચ દરમિયાન ભારત અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે ટક્કર પણ થઈ હતી. 
  • બાંગ્લાદેશી ખેલાડીઓએ ભારતીય ક્રિકેટરો સાથે ઘણું ખરાબ વર્તન કર્યું હતું.  

ભારતીય ક્રિકેટ ટીમે અંડર-19 વર્લ્ડ કપ 2024માં તેના અભિયાનની વિજયી શરૂઆત કરી છે. ઓપનર આદર્શ સિંહ અને કેપ્ટન ઉદય સહારનની અડધી સદી તો ડાબોડી સ્પિનર ​​સૌમી પાંડેની ચાર વિકેટની મદદથી ભારતે બાંગ્લાદેશને 84 રને હરાવીને અંડર-19 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. ભારત ગ્રુપ Aમાં તેની આગામી મેચ 25 જાન્યુઆરીએ આયર્લેન્ડ સામે રમશે.

આ મેચ દરમિયાન ભારત અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે ટક્કર પણ થઈ હતી અને આ ઘટનાઓની હાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશી ખેલાડીઓ અલગ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા અને મેચ દરમિયાન એમને ભારતીય ક્રિકેટરો સાથે ઘણું ખરાબ વર્તન કર્યું હતું.  

બંને ટીમો વચ્ચેની જોરદાર દલીલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ભારતીય ઇનિંગ્સની 25મી ઓવરમાં બની હતી. ભારતીય ટીમની પ્રથમ બે વિકેટ ઝડપથી પડી ગઈ હતી, ત્યારબાદ કેપ્ટન ઉદય સહારન અને આદર્શ સિંહે સાથે મળીને ટીમની કમાન સંભાળી હતી અને બંને બેટ્સમેનોએ સાથે મળીને સદીની ભાગીદારી કરી હતી.  

આ દરમિયાન તેની બાંગ્લાદેશી સ્પિનર ​​આરિફુલ ઈસ્લામ સાથે એમની દલીલ થઈ હતી. 25મી ઓવરના બીજા બોલ પછી ઉદયે તેનો એક બોલ શોર્ટ ફાઈન લેગ તરફ રમ્યો અને સિંગલ લીધો. અને એ સમયે આરીફુલને કઈ વાત પર ગુસ્સો આવ્યો એ ખબર ન પડી પણ તે ભારતીય કેપ્ટનને અપશબ્દો બોલવા લાગ્યો હતો અને એ સમયે ઉદયે પણ તેને જવાબ આપ્યો અને મામલો વધી ગયો. જે બાદ અમ્પાયરે વચ્ચે આવીને બંને ખેલાડીઓને અલગ કર્યા હતા.

બાંગ્લાદેશી ખેલાડીઓનું ખરાબ વર્તન અહીં જ અટક્યું ન હતું. તેણે ચાલીસમી ઓવરમાં ફરી એવું જ કર્યું. આ વખતે ગેરવર્તન કરનાર ખેલાડી બાંગ્લાદેશી લેફ્ટ આર્મ પેસર મારૂફ મૃધા હતો. વાસ્તવમાં, ભારતીય વિકેટ કીપર બેટ્સમેન અરવેલી અવિનાશે તેના બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી અને અને બીજા જ બોલ પર તે ડીપ એક્સ્ટ્રા કવર પર કેચ આઉટ થયો હતો. જે બાદ તરત જ મૃધાએ તેની તરફ ગુસ્સાથી ઈશારા કર્યા. અવિનાશે આ તરફ પાછળ જોયું, પણ કંઈ બોલ્યો નહિ. મૃધાનું ખરાબ વર્તન ચાલુ રહ્યું જે બાદ મેદાન પરના અમ્પાયરે દરમિયાનગીરી કરવી પડી હતી.

વધુ વાંચો: તને ટીવી પર રમતા જોવો છે...: દાદીના અંતિમ સંસ્કારમાં સામેલ નહોતો થઈ શક્યો અક્ષર પટેલ, ભાવુક વીડિયો વાયરલ

પ્રથમ બેટિંગ કરતા ભારતે સાત વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા હતા. ઉદયે 64 જ્યારે આદર્શ સિંહે 76 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મૃધાએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 45.5 ઓવરમાં 167 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ