બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / જાપાનમાં તબાહી મચાવ્યા બાદ 162 KMPH ની ઝડપે ચીન તરફ વધ્યું ‘ટાયફૂન ડોલ્ફિન’: બંદરો, શાળાઓ અને ફ્લાઈટ્સ બંધ
Last Updated: 09:37 PM, 8 August 2026
પૂર્વ એશિયામાં રેકોર્ડબ્રેક ગરમી વચ્ચે 'ટાયફૂન ડોલ્ફિન' વાવાઝોડાએ જાપાનના દક્ષિણી ભાગોમાં ભારે વિનાશ વેર્યો છે. જાપાનના ઓકિનાવા અને કાગોશિમા પ્રાંતના અમામી દ્વીપ આ વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. ચક્રવાતી પવનો અને ખરાબ હવામાનના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે અને હજારો મકાનોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઓકિનાવા સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર, વાવાઝોડાના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં મોટાભાગે વૃદ્ધો સામેલ છે જેઓ ઝડપી પવનના કારણે નીચે પડી ગયા હતા. જોકે, કોઈની પણ સ્થિતિ ગંભીર નથી. વાવાઝોડાના લીધે હજારો ઘરો અને વ્યાપારી મકાનોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. હવાઈ સેવાઓ પર પણ માઠી અસર પડી છે અને ઓકિનાવા આવતી-જતી અનેક ફ્લાઈટ્સ રદ કરવી પડી છે.

ADVERTISEMENT
ટાયફૂન ડોલ્ફિનની શરૂઆત 26 જુલાઈના રોજ એક ટ્રોપિકલ ડિપ્રેશન તરીકે થઈ હતી, જે બાદમાં સિવેર ટ્રોપિકલ સ્ટોર્મ અને ત્યારપછી શક્તિશાળી વાવાઝોડામાં ફેરવાઈ ગયું હતું. શનિવારે તે ઓકિનાવાના કુમે દ્વીપથી લગભગ 160 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સ્થિત હતું. તેની મહત્તમ સતત પવનની ઝડપ 162 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી, જ્યારે પવનના ઝાપટાની ઝડપ 216 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
વાવાઝોડું ચીન તરફ આગળ વધી રહ્યું હોવાથી ત્યાંનું તંત્ર હાઈ એલર્ટ પર છે અને કટોકટી પ્રતિક્રિયા પ્રણાલી લાગુ કરી દેવામાં આવી છે. ઝેજિયાંગ પ્રાંતે દરિયાકાંઠાના વિસ્તારોમાં સર્વોચ્ચ ચેતવણી જારી કરીને બંદર (Port) કામગીરી અટકાવી દીધી છે. નિંગબો શહેરમાં શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને જળ સંબંધી તમામ પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી છે. નિંગબો લિશે ઈન્ટરનેશનલ એરપોર્ટે રવિવારની તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
શાંઘાઈના યાંગશાન બંદર પરથી જહાજોને હટાવી લેવામાં આવ્યા છે અને યાંગ્ત્ઝે રિવર ડેલ્ટા ક્ષેત્રમાં ટ્રેન સેવાઓ પણ સ્થગિત કરાઈ રહી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 12 ઓગસ્ટ સુધી પૂર્વ ચીનમાં ભારે વરસાદ અને વાવાઝોડું જારી રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં 600 મિલિમીટરથી વધુ વરસાદની શક્યતા છે, જેનાથી પૂર અને ભૂસ્ખલનનો ભય વધી ગયો છે. આ વાવાઝોડાના પ્રભાવથી તાઈવાનમાં પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ થઈ છે અને ઉત્તરીય તાઈવાનમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ચીનના હવામાન વિભાગ મુજબ, ટાયફૂન ડોલ્ફિન રવિવાર મોડી રાતથી સોમવાર સવાર વચ્ચે ચીનના પૂર્વ તટ સાથે ટકરાઈ શકે છે. તે ઝેજિયાંગ પ્રાંતના ઝોઉશાન શહેર અને ફુજિયાન્ પ્રાંતના ફુડિંગ શહેર વચ્ચે લેન્ડફોલ કરે તેવી સૌથી વધુ શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.