બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 100% અમેરિકી ટેરિફનો ભારત પર ખતરો, રશિયન તેલ ખરીદીના કારણે નિકાસને મોટો ફટકો પડી શકે

વિશ્વ / 100% અમેરિકી ટેરિફનો ભારત પર ખતરો, રશિયન તેલ ખરીદીના કારણે નિકાસને મોટો ફટકો પડી શકે

Published By: Nidhi Panchal

Last Updated: 07:04 AM, 9 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના સેનેટમાં પસાર થયેલા એક મહત્વપૂર્ણ બિલે ભારતના વેપાર જગતમાં ચિંતા વધારી છે. જો આ બિલ કાયદો બનશે તો રશિયા પાસેથી તેલ ખરીદતા દેશોમાં ભારતને પણ અમેરિકામાં 100 ટકા સુધીના ટેરિફનો સામનો કરવો પડી શકે છે.

અમેરિકાના ઉપલા ગૃહ સેનેટમાં પસાર થયેલા એક મહત્વપૂર્ણ બિલે ભારત સહિત અનેક દેશોની ચિંતા વધારી છે. આ બિલ હેઠળ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદતા દેશોના ઉત્પાદનો પર 100 ટકા સુધીનો ટેરિફ લાદવાની જોગવાઈ કરવામાં આવી છે. ભારત માટે આ મુદ્દો એટલા માટે વધુ મહત્વનો છે કે અમેરિકા ભારતીય માલ માટેનું સૌથી મોટું નિકાસ બજાર છે. જો આ બિલ આખરે કાયદો બનશે તો ભારતીય ઉત્પાદનો અમેરિકામાં ખૂબ મોંઘા થઈ જશે અને તેની સીધી અસર નિકાસ પર પડી શકે છે.

oil

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)એ આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સંસ્થાના જણાવ્યા પ્રમાણે, અમેરિકી સેનેટમાં ભારે બહુમતીથી પસાર થયેલું આ બિલ હવે સપ્ટેમ્બરમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રજૂ કરવામાં આવશે. જો ત્યાં પણ તેને મંજૂરી મળશે તો બિલ અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે અંતિમ મંજૂરી માટે મોકલાશે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ બિલ કાયદાનું સ્વરૂપ ધારણ કરશે.

યુક્રેન પર આક્રમણ કરવા બદલ રશિયા પર દબાણ

આ બિલનો મુખ્ય હેતુ યુક્રેન પર આક્રમણ કરવા બદલ રશિયા પર દબાણ વધારવાનો છે. અમેરિકા એવા દેશો સામે વેપારી પગલાં લેવા માંગે છે, જે હજુ પણ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યા છે. આ યાદીમાં ભારત પણ સામેલ છે, કારણ કે યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

100 ટકા સુધીનો અમેરિકી ટેરિફ લાગુ થશે

જો ભારત પર 100 ટકા સુધીનો અમેરિકી ટેરિફ લાગુ થશે તો ભારતીય ઉત્પાદનો અમેરિકાના બજારમાં હાલની સરખામણીએ ઘણી વધુ કિંમતે વેચાશે. પરિણામે અમેરિકન ખરીદદારો માટે ભારતીય માલ ઓછો સ્પર્ધાત્મક બનશે અને નિકાસમાં ઘટાડો થવાની શક્યતા રહેશે. વેપાર નિષ્ણાતોનું માનવું છે કે આવી સ્થિતિ ભારતના અનેક નિકાસ આધારિત ઉદ્યોગોને અસર કરી શકે છે.

રશિયા પાસેથી અંદાજે 40.08 અબજ ડોલર મૂલ્યનું ક્રૂડ ઓઇલ આયાત

GTRIના અંદાજ મુજબ, વર્ષ 2026 દરમિયાન ભારત રશિયા પાસેથી અંદાજે 40.08 અબજ ડોલર મૂલ્યનું ક્રૂડ ઓઇલ આયાત કરશે. આ આંકડો દર્શાવે છે કે ભારત માટે રશિયન તેલ ઊર્જા સુરક્ષાનો મહત્વપૂર્ણ આધાર બની ગયું છે. ચીન પછી ભારત રશિયન ક્રૂડ ઓઇલનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે.

ભારતને અત્યાર સુધી મોટો ફાયદો

રશિયન તેલની ખરીદીથી ભારતને અત્યાર સુધી મોટો ફાયદો થયો છે. મધ્ય પૂર્વમાં તણાવ અને ઈરાન સંબંધિત યુદ્ધ જેવી સ્થિતિ છતાં ભારતને સસ્તા દરે ક્રૂડ ઓઇલ મળતું રહ્યું છે. તેના કારણે દેશમાં ઇંધણના ભાવ પર દબાણ ઓછું રહ્યું અને ફુગાવાને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ મળી છે. પરંતુ હવે આ જ નિર્ણય ભારત માટે અમેરિકી બજારમાં વેપારી પડકાર ઊભો કરી શકે છે.

ભારત કરતાં પણ વધુ રશિયન તેલ ખરીદે

GTRIના સ્થાપક અજય શ્રીવાસ્તવનું કહેવું છે કે ચીન ભારત કરતાં પણ વધુ રશિયન તેલ ખરીદે છે, છતાં ભારતીય માલ વધુ જોખમમાં છે. તેમના જણાવ્યા મુજબ ચીનના ઉત્પાદનોની વિવિધતા, વૈશ્વિક સપ્લાય ચેઇનમાં તેની મજબૂત સ્થિતિ અને અમેરિકામાં તેની સતત માંગને કારણે ચીન ઊંચા ટેરિફનો સામનો વધુ સારી રીતે કરી શકે છે. જ્યારે ભારતીય ઉત્પાદનો માટે અમેરિકી બજાર અત્યંત મહત્વનું હોવાથી ભારત પર લાગનારા વધારાના ટેરિફની અસર વધુ ગંભીર બની શકે છે.

આ પણ વાંચો : કેનેડાએ કડક કર્યા કાયદા, માત્ર 6 મહિનામાં 3 હજારથી વધુ ભારતીયોને ડિપોર્ટ કર્યા

વેપાર ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે જો આ બિલ અંતિમ મંજૂરી મેળવી કાયદો બનશે તો ભારત માટે એક તરફ સસ્તા રશિયન તેલનો લાભ જાળવવાનો પ્રશ્ન રહેશે, જ્યારે બીજી તરફ અમેરિકા જેવા સૌથી મોટા નિકાસ બજારમાં સ્પર્ધા જાળવવાનો પડકાર પણ ઊભો થશે. આવી સ્થિતિમાં ભારતે ઊર્જા સુરક્ષા અને વૈશ્વિક વેપાર વચ્ચે સંતુલન જાળવવા માટે વ્યૂહાત્મક નિર્ણય લેવા પડશે. હાલ સમગ્ર વેપાર જગતની નજર સપ્ટેમ્બરમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં થનારી કાર્યવાહી અને ત્યારબાદ અમેરિકાના રાષ્ટ્રપતિના અંતિમ નિર્ણય પર ટકેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Russia Oil India Exports US Tariff

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ