ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જૂનાગઢમાં મેંદરડા ગામ નજીક બનેલી દુર્ઘટનામાં બે યુવાનોનાં કરુણ મોત

દુઃખદ / જૂનાગઢમાં મેંદરડા ગામ નજીક બનેલી દુર્ઘટનામાં બે યુવાનોનાં કરુણ મોત

Published By: Vishal Khamar

Last Updated: 07:55 AM, 25 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં મેંદરડા ગામ પાસે સર્જાયેલ અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા હતા. યુવકો લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા તે સમયે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ADVERTISEMENT

જૂનાગઢ જિલ્લામાં મેંદરડા નજીક અમરાપુર–ચાંદ્રાવાડી માર્ગ પર રવિવારે મોડીરાત્રી એક દુર્ઘટના બની હતી. કારનું સ્ટેરીંગ કાબૂમાંથી થતાં વાહન સીધું નદીમાં ખાબક્યું હતું. આ ભયાનક અકસ્માતમાં બે યુવાનોના મોત થયા છે જ્યારે ત્રણે યુવકોને ઈજા પહોંચી છે.

લગ્ર પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે દુર્ઘટના સર્જાઈ

મળતી માહિતી મુજબ, મેંદરડા પાસેના ગઢાડી ગામે મિત્રો પોતાના સાથીના લગ્ન પ્રસંગે હાજર રહેવા ગયા હતા. લગ્ન પ્રસંગ પૂરો થયા બાદ પરત ફરી રહ્યા હતા ત્યારે અમરાપુર–ચાંદ્રાવાડી વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ હતી.

બે યુવકોના ઘટના સ્થળે કરૂણ મોત થયા

દુર્ઘટનામાં મહિપાલ કુબાવત અને કિશન કામાણી નામના બે યુવાનોનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. બાકી રહેલા ત્રણ ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ પણ વાંચોઃ આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક, કોમનવેલ્થ ગેમથી લઈ ખાતરની અછત સહિતના મુદ્દાઓ ચર્ચાશે

પોલીસ દ્વારા તપાસ હાથ ધરી

ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પ્રાથમિક તબક્કે કારનું સ્ટેરીંગ કાબૂ બહાર જવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવી રહ્યું છે. પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh News Accident Junagadh Accident

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ