ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક, કોમનવેલ્થ ગેમથી લઈ ખાતરની અછત સહિતના મુદ્દાઓ ચર્ચાશે

ગાંધીનગર / આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક, કોમનવેલ્થ ગેમથી લઈ ખાતરની અછત સહિતના મુદ્દાઓ ચર્ચાશે

Published By: Vishal Khamar

Last Updated: 06:48 AM, 25 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક યોજાનાર છે. આ બેઠકમાં કોમનવેલ્થ ગેમ્સની જાહેરાત સંદર્ભે ઔપચારિક ચર્ચા કરવામાં આવશે.

ADVERTISEMENT

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. રાજ્યના વિકાસલક્ષી મુદ્દાઓ પર આ બેઠકમાં વિગતવાર ચર્ચા તથા સમીક્ષા થવાની છે.

રાજ્યમાં ખાતરની અછત સંદર્ભે સમિક્ષા થશે

સૌથી પહેલા ખેડૂત હિતના મુદ્દાઓની અંદર ટેકાના ભાવે ખરીદી અને રાહત સહાયને લઈને ચાલી રહેલી કામગીરી પર સમીક્ષા કરવામાં આવશે. તાજેતરમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખાતરની આગાહી કરાયેલી અછતના સંદર્ભમાં વાસ્તવિક સ્થિતિ અને પુરવઠાને સુનિશ્ચિત કરવા માટેના પગલાંઓ પર ચર્ચા થશે.

આગામી ચિંતન શિબિર પર થશે ચર્ચા

આ ઉપરાંત રાજ્યમાં આયોજિત થનારી એકતા યાત્રા માટેના કાર્યક્રમોની તૈયારીઓ, આયોજન અને વ્યવસ્થાપન અંગે કેબિનેટ સમીક્ષા કરશે. રાજ્ય સરકારની આગામી ચિંતન શિબિર માટેના મુદ્દાઓ, એજન્ડા તથા આયોજનને લઈને પણ ચર્ચા થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ જાસૂસી તો નથીને? કચ્છના રાપર પાસે ભારત પાકિસ્તાન બોર્ડરે પાક. પ્રેમી યુગલ ઝડપાયું, તપાસમાં શું ખુલાસો?

કોમનવેલ્થ ગેમ્સ ની જાહેરાત સંદર્ભે ઔપચારિક ચર્ચા થશે

ખેલ ક્ષેત્ર સંબંધિત મુદ્દાઓમાં કોમનવેલ્થ ગેમ્સની જાહેરાત અને તેના સંદર્ભમાં રાજ્યની તૈયારી તથા આવનારા આયોજન અંગે ઔપચારિક ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો રાજ્યના વિવિધ વિભાગોને સીધો પ્રભાવિત કરશે અને આગામી નીતિનિયમોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Cabinet Meeting Gandhinagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ