ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / જાસૂસી તો નથીને? કચ્છના રાપર પાસે ભારત પાકિસ્તાન બોર્ડરે પાક. પ્રેમી યુગલ ઝડપાયું, તપાસમાં શું ખુલાસો?
Last Updated: 09:45 PM, 24 November 2025
ADVERTISEMENT
Kutch News: કચ્છમાં ભારત પાકિસ્તાન બોર્ડર પાસેથી પ્રેમી યુગલ ઝડપાયું છે. આ યુગલને કચ્છના રાપર બોર્ડર પાસેથી ઝડપી લેવાયુ છે. પ્રેમમાં પાગલ આ યુગલ મુળ પાકિસ્તાનનું છે. જેને લઇને બીએસએફ દ્વારા સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે. જાસૂસી કરવા તો નથી આવ્યાને તેને લઇને પણ તપાસ કરવામાં આવી રહી છે. જો કે, પકડાયેલા પાકિસ્તાની પ્રેમી પંખીડા પાસેથી કઈ વાંધાજનક મળ્યું નથી.
ADVERTISEMENT
કચ્છના રાપર પાસે ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ખડીર વિસ્તારમાં વારંવાર પાકિસ્તાની શખ્સો પકડાવાની ઘટનાઓ સામે આવતી હોય છે તેવામાં બે મહિના અગાઉ જ રાપરના રતનપર ગામ પાસેથી હિન્દુ પાકિસ્તાની પ્રેમી પંખીડા ઝડપાયા હતા. તે ઘટમાં હજુ તાજી છે તેવામાં આજે વધુ એકવાર આંતરરાષ્ટ્રીય સરહદ પર પીલર નં.1016 પાસેથી પાકિસ્તાનના વતની પોપટ કુમાર નથુભાઈ(ઉ.વ.24) તથા ગૌરી ગુલાબ (રહે.મીઠી) પાકિસ્તાનને બીએસએફ દ્વારા પકડી પાડવામા આવ્યા હતા.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ લો બોલો, કચ્છમાંથી ઝડપાયો કલેક્ટરની ખોટી સહીઓ કરીને ઠગાઇ આચરનારો ક્લાર્ક, કચેરીમાં ચકચાર
આ અંગે બીએસએફ દ્વારા સધન પુછપરછ કરવામા આવી રહી છે અને આવતીકાલે વિધિવત બાલાસર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવશે. પકડાયેલા પ્રેમી પંખીડા પાસેથી કઈ વાંધાજનક મળ્યું નથી. પરંતુ વારંવાર આ પ્રકારની ઘટના બનતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT