બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / લો બોલો, કચ્છમાંથી ઝડપાયો કલેક્ટરની ખોટી સહીઓ કરીને ઠગાઇ આચરનારો ક્લાર્ક, કચેરીમાં ચકચાર
Last Updated: 10:23 PM, 27 October 2025
Kutch news: જમીન માપણી વધારા માટે કચ્છ કલેકટરની ખોટી સહી સાથેનો પત્ર બનાવી ઠગાઈ કરવાનો ચકચારી ગુનો દાખલ થયો હતો. જો કે પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી અને કલાર્કની ધરપકડ કરવામાં આવી છે. ગત 18 સપ્ટેમ્બરના ભૂજના ગ્રામ્ય મામલતદાર અરૂણ નાગરમલ શર્માએ ભૂજ એ-ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જેના પગલે ત્વરિત કાર્યવાહી કરતા કલાર્કને ઝડપી લેવાયો છે. કચ્છ જિલ્લાના કલેકટર કચેરીમાં ખોટો ઓર્ડર થતા સમગ્ર કચ્છમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
ADVERTISEMENT
જમીન માપણી મામલે કૌભાંડ આચરવામાં આવ્યું
ઘટના અંગે મળતી માહિતી અનુસાર અરજદાર નીતાબેન લક્ષ્મણ રાઘવાણી દ્વારા અરજી કરવામાં આવી હતી કે, ભૂજ તાલુકાના રતિયાની સર્વે નંબર 206 ની જમીનમાં રહેલા એકર 2-31 ગુંઠા માપણી વધારો નિકળ્યો છે જેને ખાતે ચડાવીને નિયમિત કરવામાં આવે. આ અંગે કલેકટર કચેરીના જમીન માપણી વધારાનો તા.17-4-2025નો ચીટનીશ ટુ ધી કલેકટરની સહિવાળો પત્ર અને જમીન માપણી વધારાની રકમ 2,58,606 ભરપાઈ કરી હોવાનો પત્ર પણ તેણે આ સાથે જોડ્યો હતો. જો કે ઈ-સરકારની ફાઈલમાં તપાસ કરવામાં આવતા આ પત્ર ઓનલાઈન અપલોડ થયો નહોતો. જેથી આ પત્ર ડુપ્લિકેટ હોવાનું પ્રાથમિક રીતે લાગ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારે વરસાદથી ડેમોમાં આવ્યા નવા નીર, આ ગામોને સાવચેત રહેવા સૂચના
ભૂજના કલેક્ટર સાથે કૌભાંડ
ADVERTISEMENT
ભૂજ કલેક્ટર કચેરીની મહેસૂલ શાખામાં તત્કાલીન કલાર્ક તરીકે ફરજ બજાવતા અનીલકુમાર ભીખાભાઈ કરણે કોઈપણ જાતના પુરાવા વિના આ પત્ર બનાવી લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી ગુનો કરવા બદલ એ-ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવમાં આરોપી ફરાર હતો. ભૂજ એલસીબીએ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના લાલાવાડા ગામમાં રહેતા આરોપી અનિલકુમાર ભીખાભાઈ કરણને તેના ગામમાંથી ઝડપી લઇને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી છે. કઇ રીતે તેણે આ કૌભાંડ આચર્યું અને કલેક્ટરની ખોટી સહી કઇ રીતે કરી વગેરે બાબતે તપાસ આદરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.