ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગોંડલ નજીક યાત્રાળુઓની બસ પલટી, સાસુ-વહુનાં મોત, 5 મુસાફરો ગંભીર

દુઃખદ / ગોંડલ નજીક યાત્રાળુઓની બસ પલટી, સાસુ-વહુનાં મોત, 5 મુસાફરો ગંભીર

Published By: Vishal Khamar

Last Updated: 10:11 AM, 25 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલ નજીક વહેલી સવારના સુમારે દર્શનાર્થીઓ ભરેલી ખાનગી બસ પલ્ટી ખાઈ જતા બે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

ADVERTISEMENT

પુરુષોત્તમ માસ દરમિયાન ધાર્મિક યાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુઓ માટે ગોંડલ નજીકની સવાર દુર્ઘટનામય બની હતી. ગોંડલ તાલુકાના વોરા કોટડા ગામ પાસે વહેલી સવારે યાત્રાળુઓથી ભરેલી ખાનગી બસ અચાનક પલટી મારી જતા ભયાનક અકસ્માત સર્જાયો હતો.

સાસુ-વહુના મોત નિપજ્યા

અકસ્માત એટલો ગંભીર હતો કે બસમાં સવાર બે મહિલાઓ સાસુ અને વહુ ના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. અકસ્માત બાદ આસપાસના લોકો અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે, જ્યારે પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે.

એક જ પરિવારના સાસુ-વહુના ઘટનાસ્થળે મોત

  • શાંતાબેન પુનાભાઈ મકવાણા (સાસુ)
  • મંજુબેન રસિકભાઈ મકવાણા (વહુ)

ટ્રકને સાઈડ આપવા જતાં સર્જાયો અકસ્માત

ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાંથી રવિવારે વહેલી સવારે 4:30 વાગ્યે ખાનગી બસ નંબર GJ18U 9985 બગદાણા, રાજપરા, ઊંચા કોટડા અને ભગુડા સહિતના ધાર્મિક સ્થળોના દર્શનાર્થે રવાના થઈ હતી. યાત્રાળુઓએ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન કર્યા બાદ બસ પરત ગોંડલ તરફ ફરી રહી હતી.

આ પણ વાંચોઃ થઈ જાઓ તૈયાર ! આવી ગઈ શિક્ષકોની વધુ એક ભરતી, જાણો અરજીથી લઈ તમામ વિગતો

સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ

દરમિયાન સોમવારે વહેલી સવારે અંદાજે 4:30 વાગ્યે બસ ગોંડલના વોરા કોટડાથી બાંદરા જતાં માર્ગ પર પહોંચી હતી. ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી, જ્યારે આગળની વિગતો જાણવા પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

accident Gondal Gondal news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ