ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / થઈ જાઓ તૈયાર ! આવી ગઈ શિક્ષકોની વધુ એક ભરતી, જાણો અરજીથી લઈ તમામ વિગતો

જાણી લેજો / થઈ જાઓ તૈયાર ! આવી ગઈ શિક્ષકોની વધુ એક ભરતી, જાણો અરજીથી લઈ તમામ વિગતો

Published By: Priykant Shrimali

Last Updated: 09:07 AM, 25 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Teacher Recruitment : ભરતી પ્રક્રિયામાં શૈક્ષણિક લાયકાત, TET પરીક્ષાના ગુણ અને સરકારના વર્તમાન ભરતી નિયમોને આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે

ADVERTISEMENT

Gujarat Teacher Recruitment : ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં નોકરીની રાહ જોઈ રહેલા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુજરાત પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા રાજ્યની જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં વિવિધ પદો માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. વિદ્યાસહાયક, સ્પેશિયલ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષક સહિત કુલ 3966 જગ્યાઓ માટે ભરતી હાથ ધરવામાં આવશે. જેના કારણે શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

અહીં જાણો તમામ માહિતી

આ ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારો આગામી 1 જૂન, 2026થી ઓનલાઈન અરજી કરી શકશે. અરજી પ્રક્રિયા બપોરે 12 વાગ્યાથી શરૂ થશે અને 10 જૂન, 2026ના રોજ સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે. ઉમેદવારોએ નિર્ધારિત સમયમર્યાદામાં તમામ જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. વિભાગ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, મોડેથી આવેલી અરજીઓ માન્ય ગણાશે નહીં.

આ ભરતીમાં અન્ય માધ્યમની વિદ્યાસહાયક જગ્યાઓ માટે કુલ 987 પોસ્ટ જાહેર કરવામાં આવી છે. ઉપરાંત સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ માટે 1841 જગ્યાઓ અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ માટે 1067 જગ્યાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. સાથે જ મુખ્ય શિક્ષક દિવ્યાંગ કેટેગરી હેઠળ 74 જગ્યાઓ માટે પણ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે, ઉમેદવારોની પસંદગી સંપૂર્ણપણે પારદર્શક રીતે કરવામાં આવશે. ભરતી પ્રક્રિયામાં શૈક્ષણિક લાયકાત, TET પરીક્ષાના ગુણ અને સરકારના વર્તમાન ભરતી નિયમોને આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે. ઉમેદવારોને ઓનલાઈન અરજી દરમિયાન તમામ પ્રમાણપત્રો અને જરૂરી દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે અપલોડ કરવા રહેશે.

આ પણ વાંચો : સેવન્થ ડે સ્કૂલ સામે મોટી કાર્યવાહી, શિક્ષણ બોર્ડ, પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા શો-કોઝ નોટિસ

મુખ્ય શિક્ષક દિવ્યાંગ ભરતી 74 જગ્યા

આ ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે અલગ અનામત જગ્યાઓ જાહેર કરવામાં આવતા અનેક ઉમેદવારોમાં ખુશી જોવા મળી રહી છે. લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહેલા યુવાનો માટે આ જાહેરાત એક મોટી તક તરીકે જોવામાં આવી રહી છે. ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં સેવા આપવા ઇચ્છુક ઉમેદવારો માટે આ ભરતી નવી આશા લઈને આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Special Educator Jobs Gujarat Teacher Recruitment Vidhyasahayak Recruitment

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ