ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સેવન્થ ડે સ્કૂલ સામે મોટી કાર્યવાહી, શિક્ષણ બોર્ડ, પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા શો-કોઝ નોટિસ
Last Updated: 08:45 AM, 25 May 2026
ADVERTISEMENT
Ahmedabad Seventh Day School : અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ ફરી એકવાર ગંભીર વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. વાસ્તવમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તેમજ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ સ્કૂલ સંચાલકોને શો-કોઝ નોટિસ ફટકારી છે. આ નોટિસમાં સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક કેમ ન લેવો તે અંગે વિગતવાર ખુલાસો અને પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક સમક્ષ સ્કૂલને આજે હાજર થવાનું રહેશે, જ્યારે 29 મેના રોજ શિક્ષણ બોર્ડ સમક્ષ જવાબ રજૂ કરવાનો રહેશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, સેવન્થ ડે સ્કૂલનું નામ અગાઉ પણ એક ગંભીર ઘટનાને કારણે ચર્ચામાં આવ્યું હતું. ધોરણ 10ના વિદ્યાર્થી દ્વારા જ વિદ્યાર્થીની હત્યાની ઘટના સામે આવ્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલના વહીવટ પર કબજો લીધો હતો. જોકે બાદમાં હાઈકોર્ટના હસ્તક્ષેપથી સંચાલન ફરી શાળાને સોંપાયું હતું. હવે ફરી શિક્ષણ વિભાગે વિવિધ અનિયમિતતાઓના મુદ્દે કાર્યવાહી શરૂ કરતાં સંચાલકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.

ADVERTISEMENT
શિક્ષણ વિભાગની તપાસમાં શું ખૂલ્યું ?
આ તરફ શિક્ષણ વિભાગની તપાસ દરમિયાન સ્કૂલ સંબંધિત અનેક વિસંગતતાઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. શાળા જે સ્થળે હાલમાં કાર્યરત છે અને સરકાર તરફથી જે સ્થળ માટે મંજૂરી આપવામાં આવી હતી તેમાં મોટો ફરક હોવાનું કહેવાઈ રહ્યું છે. ઉપરાંત સ્થળ પરિવર્તન અને વહીવટી ફેરફાર અંગે જરૂરી કાયદાકીય મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે અંગે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે. શાળાનું સંચાલન કયા ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે તેની સ્પષ્ટ માહિતી પણ રેકોર્ડમાં ન હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
નોટિસમાં સ્કૂલ પાસેથી લઘુમતી દરજ્જા સંબંધિત પ્રમાણપત્ર, ICSE બોર્ડની મંજૂરી અને રાજ્ય સરકારના NOC સહિતના દસ્તાવેજો રજૂ કરવા કહેવામાં આવ્યું છે. હરીપુરા અને મણીનગર કેમ્પસ માટે યોગ્ય મંજૂરી લેવાઈ છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. સાથે જ ફાયર NOC, બિલ્ડિંગ યુઝ પરમિશન અને બે પાળીમાં શાળા ચલાવવા માટે જરૂરી મંજૂરીઓ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. તપાસ દરમિયાન સ્કૂલની આર્થિક બાબતો અંગે પણ અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. AMC દ્વારા ટોકન ભાડે આપવામાં આવેલી જમીન માટે ફી નિયમન સમિતિ સમક્ષ કરોડો રૂપિયાનું વાર્ષિક ભાડું દર્શાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : ગોંડલ નજીક યાત્રાળુઓની બસ પલટી, સાસુ-વહુનાં મોત, 5 મુસાફરો ગંભીર
ADVERTISEMENT
શિક્ષણ વિભાગે આ મુદ્દે કડક સ્પષ્ટતા માંગતા સંચાલકોને તમામ આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું છે. સાથે જ શાળા સંચાલનમાં અન્ય સંસ્થાની સંડોવણી હોવાની શક્યતા અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પુસ્તકોના વેચાણના નામે શાળાએ છેલ્લા કેટલાક વર્ષોમાં કરોડો રૂપિયાની કમાણી કરી હોવાનું સામે આવ્યું છે. નિયમો મુજબ શાળા પરિસરમાં કોમર્શિયલ રીતે પુસ્તકોનું વેચાણ કરવું મનાઈ હોવા છતાં સ્કૂલ દ્વારા મોટા પાયે આવક કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. વધુમાં ધોરણ 12 સાયન્સની મંજૂરી મેળવવા માટે ખોટી એફિડેવિટ આપી બોર્ડને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ લાગ્યો છે. જો સ્કૂલ સંતોષકારક જવાબ અને પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જશે તો આગામી સમયમાં વધુ કડક કાર્યવાહી થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT