બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / એક ભૂલ ભારે પડી! રાજકોટમાં અઢી વર્ષનું બાળક રમતા-રમતા પથ્થરનો ટુકડો ગળી ગયો, માંડ-માંડ બહાર કઢાયો

ચેતજો / એક ભૂલ ભારે પડી! રાજકોટમાં અઢી વર્ષનું બાળક રમતા-રમતા પથ્થરનો ટુકડો ગળી ગયો, માંડ-માંડ બહાર કઢાયો

Last Updated: 05:45 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધીમે ધીમે બાળકનું ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું…બાળકનું ઓક્સિજન લેવલ ઘટીને 70 થઈ જતાં માતા પિતા ચિંતામાં મુકાયા હતા

ઘણીવાર નાના બાળક પ્રત્યે જો થોડા બેધ્યાન થઇ જઇએ તો ગંભીર ઘટનાઓ સર્જાઇ જતી હોય છે. રાજકોટની આવી જ એક ઘટનામાં બાળક મોતના મુખમાંથી પાછુ આવ્યું છે તેમ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય.. રાજકોટનો અઢી વર્ષનો બાળક માધવ શેરસિયા રમતા-રમતા પથ્થરનો ટુકડો ગળી ગયો હતો. અત્યંત જટીલ ઓપરેશન બાદ બાળક આજે સ્વસ્થ છે, પરંતુ આ ઘટનાએ મા-બાપ સહિત ખુદ તબીબોના શ્વાસ પણ અદ્ધર કરી દીધા હતા.

દોઢ મહિના સુધી ખ્યાલ ન આવ્યો

પથ્થરનો ટુકડો ગળી ગયા બાદ બાળકને દોઢ મહિના બાદ શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. પથ્થરનો ટુકડો શ્વાસનળીમાં ફસાયા બાદ બાળકને દોઢ મહિનાથી કફની તકલીફ હતી…ધીમે ધીમે બાળકનું ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું…બાળકનું ઓક્સિજન લેવલ ઘટીને 70 થઈ જતાં માતા પિતા ચિંતામાં મુકાયા હતા…બાળકનું નિદાન કરવામાં આવતા બાળકની શ્વાસનળીમાં પત્થર ફસાયો હોવાનું માલુમ પડ્યું હતું….ત્યારે ડોક્ટરોએ દૂરબીન વડે બાળકની જટીલ સર્જરી કરીને પથ્થરનો ટુકડો બહાર કાઢ્યો અને બાળકને નવજીવન આપ્યું

જમણી બાજુની શ્વાસનળીમાં ફસાયેલો હતો પથ્થરનો ટુકડો

બાળકના એક્સ રે રિપોર્ટમાં પથ્થર સ્પષ્ટ જોઇ શકાતો હતો.. જમણી બાજુની શ્વાસનળીમાં પથ્થરનો ટુકડો છેલ્લા દોઢ માસથી ફસાયેલો હતો. બાળકનું ઓપરેશન કરનાર ડો. હિમાંશુ ઠક્કરે આ કિસ્સાનો ઉલ્લેખ કરતા કહ્યું કે મા-બાપ માટે આ કિસ્સો ચેતવણી સમાન છે, સાથે જ તેમના ખુદના માટે પણ આ ઓપરેશન અત્યંત કાળજીપૂર્વક કરવું પડે તેવું હતું કારણ કે ઓપરેશન કરતી વખતે પથ્થર જો શ્વાસનળી સાથે ઘસાય અને શ્વાસનળીને ડેમેજ કરે તો મોટી સમસ્યા ઉભી થાય તેમ હતી..

આ પણ વાંચોઃ બાપ રે! અમદાવાદથી અંદાજે 20 કિમીના અંતરે ધમધમી રહી છે ફટાકડાની જોખમી ફેક્ટરીઓ?

બાળકનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પડી ગયું છે, અને આજે તે બિલકુલ સ્વસ્થ છે, પરંતુ આ કિસ્સો ઘણું બધુ કહી જાય છે.. . જો આપના ઘર કે પરિવારમાં નાનું બાળક હોય તો તેનું સતત ધ્યાન રાખવું કે તે કોઇ વસ્તુ આ રીતે મોંમાં મુકીને ગળી ન જાય કારણકે તે મોટી મુસિબત ઉભી કરી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ