બ્રેકિંગ ન્યુઝ
ટ્વિટરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લોકોને વધુ સારી સેવાઓ આપવાની અમારા પ્રયાસના ભાગરૂપે, અમે નિષ્ક્રિય એકાઉન્ટસને બંધ કરવા પર કામ કરી રહ્યા છીએ. જેથી ટવિટર પર લોકોને વધુ સચોટ, વિશ્વસનીય માહિતી મળે અને સંપૂર્ણ વિશ્વાસ મુકી શકે. જ્યારે ટવિટર એકાઉન્ટ રજીસ્ટર કર્યું હોય ત્યારે લોકો તેનો ઉપયોગ કરે તે જરુરી છે.ટવિટરના આ પગલાથી માત્ર ફોલોઅર્સ વધારવા ક્રિએટ કરેલા લાખો એકાઉન્ટ પણ આપોઆપ ડિલીટ થઇ જશે.એકાઉન્ટ ડિલીટ કરવાની પ્રોસેસ જોકે મહિનાઓ સુધી ચાલશે.
ADVERTISEMENT
ટ્વિટરે બંધ કરાયેલા એકાઉન્ટના યુઝર નેમ અન્ય લોકો કયારથી યુઝ કરી શકશે તેની કોઇ તારીખ જોકે ટવિટરે આપી નથી. ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું, અમે છેલ્લા 6 મહિનામાં લોગ ઇન ન થયેલા એકાઉન્ટ અલગ તારવીને ઇ-મેલ મોકલવાનું શરું કર્યું છે.આ મહિનાની શરૂઆતમાં ટ્વિટરે કહ્યું હતું કે તે યુઝર્સને 'રીટ્વીટ' અને 'મેન્શન' ઓપ્શન પર વધુ કન્ટ્રોલ આપવા પર કામ કરી રહ્યું છે. મેન્શનનો ઓપ્શન ડિસેબલ કરવાના ફિચરથી એન્ટી-હેરેસમેન્ટ ટૂલ વધુ પાવરફુલ બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.