બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Twitter account hacked? Gujarat Youth Congress tweet handle supports central government

પ્રચાર / ગુજરાત યુથ કોંગ્રેસે PM મોદીના સમર્થનમાં ટ્વીટ કરી નાખતા હડકંપ મચ્યો, કોંગી નેતાએ કર્યો એકાઉન્ટ હેકનો દાવો

Vishnu

Last Updated: 09:00 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુથ કોંગ્રેસના ટ્વીટ હેન્ડલ પર કેન્દ્ર સરકારને સમર્થન, ટ્વીટર એકાઉન્ટ હેક થયાનો દાવો, અચાનક કેન્દ્ર સરકાર સમર્થક પોસ્ટથી ચર્ચાઓ તેજ

  • ગુજરાત યુથ કોંગ્રેસના ટ્વીટ હેન્ડલ પર કેન્દ્ર સરકારને સમર્થન
  • યુથ કોંગ્રેસે PM મોદીના કાર્યોના કર્યા વખાણ
  • #ModiHaiToMumkinHaiથી કર્યું ટ્વીટ 
     

સોશિયલ મીડિયા સાઇટ હેક થવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત યુથ કોંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું હોવાના દાવા થઈ રહ્યા છે. કારણ કે ગુજરાત યુથ કોંગ્રેસના ટ્વીટર હેન્ડલ પર થોડી ક્ષણો માટે કેન્દ્ર સરકારને સમર્થન આપતી પોસ્ટ મુકાઇ હતી. જેમાં યુથ કોંગ્રેસે PM મોદીના કાર્યોના વખાણ કર્યા હતા અને લખવામાં આવ્યું હતું કે જે કામનું શિલાન્યાસ અમે કરીએ છીએ તેનું ઉદ્ઘાટન પણ અમે જ કરીએ છીએ. #ModiHaiToMumkinHai ના ટેગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ટ્વીટર એકાઉન્ટ હેક થયું હોવાનો કોંગ્રેસે કર્યો દાવો
કેન્દ્ર સરકારની સમર્થન કરતી પોસ્ટ ગુજરાત કોંગ્રેસમાં ટ્વિટ થતાં કોંગ્રેસ ખેમાંમાં હડકંપ મચ્યો હતો.  અચાનક કેન્દ્ર સરકાર સમર્થક પોસ્ટથી ચર્ચાઓ તેજ બની હતી. ટ્વીટર એકાઉન્ટ હેક થયું હોવાનો કોંગ્રેસ દાવો કરી રહી છે. કોઈ વિધ્નસંતોષી દ્વારા આ કાર્ય કરાયું હોવાની વાતો થઈ રહી છે

સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશું: કોંગ્રસ

સમગ્ર મામલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે કહ્યું હતું કે ગુજરાત યૂથ કોંગ્રેસની છબી ખરડાય તેને લઈ ટ્વીટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. આગળ જતા અમે આની ગહન તપાસ કરાવીશું જરૂર જણાશે તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરવામાં આવશે. સાથે કહ્યું હતું કે ટ્વિટ એકાઉન્ટ હેક કરી વિપક્ષી પાર્ટીઓનો મજાબ  લેવાનો હોય તો સાંખી લેવાશે નહીં. 

ભાજપ નેતાની પ્રતિક્રિયા
તો બીજી તરફ ભાજપ તરફથી યજ્ઞેશ દવે મીડિયા ક્વીનર દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે કોંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ પ્રથમ દ્રષ્ટીએ હેક થયું હોય તેવુ લાગતું નથી કારણ કે રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન સતત કોંગ્રેસ નેતાઓના મતદાનની અપેડટ થતી હતી. એ દરમિયાન હેક ન થઈ શકે, કોઈએ શિડ્યુલ પોસ્ટ કરી હોય તો આવું બની શકે તેવો મત વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે જો કોંગ્રેસ કહે છે કે એકાઉન્ટ હેક થયું છે તો ટ્વીટર પાસે જઈ ચેક કરાવે, ખોટા આડકતરી રીતે આરોપ કરવાનું બંધ કરે.

ગુજરાત પોલીસનું પણ ટ્વિટર એકાઉન્ટ થયું હતું હેક
આપને જણાવી દઈએ કે ગત 11 જુલાઇને સોમવારે રાત્રે 9 30 થી 10 વાગ્યાની આસપાસ ગુજરાત પોલીસનું ટ્વીટર એકાઉન્ટ હેકર્સે હેક કરી લીધું હતું. ગુજરાત પોલીસના આઈડીમાં ઇલોન મસ્ક લખ્યું હતું, તેમજ પ્રોફાઇલમાં પણ રોકેટનો ફોટો લગાવ્યો હતો. મહત્વનું છે કે  હેકર્સ વિરુદ્ધ પોલીસે વિશેષ અભિયાન ચલાવ્યું હતું. જેથી હેકર્સે ગુજરાત પોલીસનું એકાઉન્ટ જ હેક કરી પડકાર આપ્યો હતો સાયબર ક્રાઈમ વિભાગની કાર્યવાહીથી હેકર્સ પરેશાન હતા જેથી ગુજરાત પોલીસનું આઈડી હેક કરવાની કરતૂત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ