બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Twice the risk of hospitalization after contacted with Delta Variant of Coronavirus

સ્ટડી / ડેલ્ટા વેરિયન્ટમાં હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીને આ મોટું જોખમ, સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો

Published By: Bhushita

Last Updated: 08:01 AM, 30 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યૂકેના એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટથી જો કોઈ વ્યક્તિ ઈન્ફેક્ટેડ થાય છે તો તેને હોસ્પિટલમાં એડમિટ થવાનું જોખમ બમણું થઈ જાય છે.

  • કોરોનાને લઈને આવ્યો નવો રિપોર્ટ
  • યૂકેના એક સ્ટડીમાં ડેલ્ટા વેરિઅન્ટને લઈને કરાયો ખુલાસો
  • ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત થનારને હોસ્પિટલમાં એડમિટ થવાનું જોખમ બમણું

એક નવા સ્ટડી અનુસાર કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત લોકોને અલ્ફા વેરિઅન્ટની તુલનામાં હોસ્પિટલમાં એડમિટ થવાની શક્યતા બમણાથી વધુ જોવા મળી રહી છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીની મદદથી કરાયેલા સર્વેને શુક્રવારે દ લૈંસેટમાં પબ્લિશ કરાયો.  આ રિપોર્ટ ડેલ્ટા વેરિઅન્ટની પુષ્ટિ કરે છે અને તે અલ્ફાથી વધારે સંક્રામક હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈંગ્લેન્ડમાં પહેલીવાર કેન્ટની ઓળખ પણ કરાઈ છે. રિપોર્ટ કહે છે કે અલ્ફાની તુલનામાં ડેલ્ટાથી સંક્રમિત રોગીને માટે એક હાયર હોસ્પિટલમાં પ્રવેશ કે ઈમરજન્સી કેયર અટેન્ડન્સ રિસ્ક જોવા મળ્યું છે. 

 


શું કહે છે સ્ટડીના પરિણામો
પરિણામો કહે છે કે અનવેક્સીનેટેડ વસ્તીમાં ડેલ્ટા વેરિઅન્ટના પ્રકોપથી અલ્ફા વેરિઅન્ટની તુલનામાં હેલ્થ કેયર સર્વિસિસ પર વધારે ભાર પડે છે. સ્ટડીમાં 43,338 કેસ માર્ચથી મે મહિનાની વચ્ચેના લેવામાં આવ્યા અને આ સમયે અલ્ફા અને ડેલ્ટા બંને વેરિઅન્ટ યૂકેમાં હાજર હતા. વધારે સંક્રમણવાળા લોકોમાં આ વેરિઅન્ટ જોવા મળ્યા હતા અને તેઓએ વેક્સિન લીધી ન હતી.  આ સ્ટડીથી જાણવા મળે છે કે ડેલ્ટાથી સંક્રમિત લોકોને અલ્ફાથી પીડિત લોકોની તુલનામાં હોસ્પિટલમાં એડમિટ થવાની શક્યતા વધારે રહે છે. જો કે મોટાભાગના દર્દીઓનું વેક્સિનેશન થયું ન હતું.  


વેક્સિનેશન પર મૂકાયો ભાર
તેઓએ કહ્યું કે આપણે પહેલાથી જાણીએ છીએ કે વેક્સિનેશનથી ડેલ્ટા વેરિઅન્ટના વિરોધમાં એક્સીલેન્ટ પ્રોટેક્શન મળી રહે છે. યૂકેમાં 98 ટકા કેસ એવા છે જેમાં વેક્સિનેશન થયું નથી. એટલે કે અહીં 98 ટકાથી વધારે લોકોને વેક્સિનનો બીજો ડોઝ મળ્યો નથી. તેઓ જલ્દી તેને લઈ લે તે જરૂરી છે. આ આંકડાથી ખ્યાલ આવે છે કે બ્રિટનમાં 47.9 મિલિયનથી વધારે લોકો અને 16 વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના 88 ટકા લોકોને વેક્સિનનો ફક્ત પહેલો ડોઝ મળ્યો છે.  

નેશનલ હેલ્થ સર્વિસિસે કહ્યું કે વેક્સીનેશન કાર્યક્રમને એથનિક માઈનોરિટી બેકગ્રાઉન્ડના 70000થી વધારે લોકોની રક્ષા કરી છે. ગ્રૈબ એ જૈબ અભિયાન શરૂ કર્યા બાદથી કોરોના વેક્સિન માટે કેટલીક પ્રારંભિક ચિંતા દૂર થઈ છે. આ અભિયાનના આધારે લોકો તહેવારો, મસ્જિદો, ટાઉનહોલ, ફૂટબોલ ગ્રાઉન્ડ, મેદાનો અને અન્ય સુવિધાજનક સ્થળો પર ગ્રૈબ એ જૈબમાં સક્ષમ થયા છે.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Delta Varient hospitalization એડમિટ કોરોના વાયરસ જોખમ દર્દી સ્ટડી હોસ્પિટલ Delta Variant of Coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ