બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / tv actors who got popularity for krishna role janmashtami 2019 nitish bhardwaj saurabh raj jain

પોપ્યૂલર / TV પડદે 'શ્રી કૃષ્ણ'નો રોલ ભજવી આ એક્ટર્સ રાતોરાત બન્યા લોકપ્રિય

Published By: Mehul

Last Updated: 08:45 AM, 24 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી પર માઇથોલોજિલક શોઝ એક ખાસ દર્શક વર્ગના હંમેશાથી ફેવરેટ રહ્યા છે. રામ, હનુમાન, મહાદેવ અને કૃષ્ણના રોલ કરી ઘણા એક્ટર્સ એટલા પોપ્યુલર થયા કે લોકો તેમને સાક્ષાત અસલ માનીને પૂજવા લાગ્યા.

ટીવી પર આમ તો કૃષ્ણના રોલ ઘણા કલાકારોએ ભજવ્યા છે. પરંતુ નીતીશ ભારદ્વાજ, સૌરભ રાજ જૈન, સર્વદમન બેનર્જીએ કૃષ્ણના રોલમાં એવો રંગ જમાવ્યો કે ક્યારેય લોકોના દિલોમાંથી અલગ જ સ્થાન બનાવ્યું. અહીં જોઇએ એવા એક્ટર્સ વિશે જે શ્રી કૃષ્ણના રોલમાં ખુબજ લોકપ્રિય બન્યા. 

કૃષ્ણની વાત થાય અને નીતીશ ભારદ્વાજનો ઉલ્લેખ ન થાય એ કેમ બને. બીઆર ચોપડાની હિટ શો મહાભારતમાં એમણે કૃષ્ણના રોલ એટલા સુંદર તરીકે નિભાવ્યો કે લોકો એમને જ સાક્ષાત શ્રી કૃષ્ણ માની પૂજવા લાગ્યા. આ શોને રવિ ચોપડાએ ડાયરેક્ટ કર્યો હતો. 

રામાનંદ સાગરના હિટ સીરિયલ 'શ્રી કૃષ્ણ'માં યુવા કૃષ્ણનું રોલ એક્ટર સ્વપનિલ જોશીએ નિભાવ્યો હતો. એ સમયે સ્વપનિલ 15 વર્ષના હતા. કૃષ્ણના રોલથી સ્વપનિલ રાતો રાત સ્ટાર બની ગયા હતા. 

રામાનંદ સાગરના શો 'શ્રી કૃષ્ણ'માં જ્યાં યુવા કૃષ્ણનો રોલ સ્વપનિલ જોશીએ પ્લે કર્યો, ત્યારે કેરેક્ટરના મોટા થવા પર આ રોલ સર્વદમન ડી બેનર્જીને મળ્યો. કૃષ્ણનું પાત્ર સર્વદમને એવું નિભાવ્યું કે એમને આજે પણ યાદ કરવામાં આવે છે. તેમનું મોહક હાસ્ય અને શાનદાર ડાયલોગ ડિલીવરીએ લોકોનું દિલ જીતી લીધું હતું. 

એકટર સૌરભ રાજ જૈન ટીવીના જાણીતા ચહેરા છે. તે ઘણા માઇથોલોજિકલ શોઝમાં કામ કરી ચૂક્યા છે. આ સીરિયલ્સમાં સૌરભ રામ, મહાદેવ, કૃષ્ણ, વિષ્ણુ બન્યા છે. પરંતુ સૌથી વધારે લોકપ્રિયતા એમને 2013માં આવેલા શો મહાભારતથી મળી. એમા એમણે કૃષ્ણનો રોલ કર્યો હતો. આ શો હિટ રહ્યો હતો. 

શો પરમાવતાર શ્રી કૃષ્ણમાં બાળ કૃષ્ણનો રોલ નિર્ણય સમધિયાએ નિભાવ્યો. ગોલૂ મોલૂ અને ક્યૂટ દેખાતા નિર્ણય કૃષ્ણના રોમાં એવો જામી ગયો કે દર્શકોનો ફેવરિટ બની ગયો.

કલર્સનો શો 'જય શ્રી કૃષ્ણ'માં નાના કાન્હા ખૂબ જ સમાચારમાં રહ્યા. સૌથી રસપ્રદ વાત એ છે કે આ શોમાં કૃષ્ણનો રોલ બાળકી ધૃતિ ભાટિયાએ નિભાવ્યો હતો. ધૃતિની ક્યૂટનેસ, એક્સપ્રેશન, અને ડાયલોગ ડિલીવરીએ લોકોના દિલ જીતી લીધા. આ શો રામાનંદ સાગરના શો શ્રી કૃષ્ણની રીમેક હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Devotional News Janmashtami 2019 Nitish Bharadwaj Religious News Saurabh Raj Jain Sri Krishna popularity

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ