બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / અન્ય જિલ્લા / Turn after turn: In the grip of another big Gaja leader Corona, when will tough decisions be taken in Gujarat

ગાંધીનગર / વારા પછી વારો : વધુ એક મોટા ગજાના નેતા કોરોનાની ઝપેટમાં, ગુજરાતમાં ક્યારે લેવાશે કડક નિર્ણયો

Mehul

Last Updated: 06:34 PM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ફરી એક વાર વિધાનસભાના દ્વારે કોરોનાએ દસ્તક દીધા છે. એક તરફ રાજ્ય સરકારમાં વાયબ્રન્ટ ગુજરાતનો ધમધમાટ છે બીજી તરફ, રાજ્ય સરકારના મંત્રી અને IAS કોરોના સંક્રમિત.

  • ગુજરાત વિધાનસભા,સચિવાલયમાં ફફડાટ 
  • રાજ્ય્ક્શાના મંત્રી જીતુ ચૌધરી સંક્રમિત થયા 
  • 5 IAS બાદ સરકારના મંત્રી પણ સંક્રમિત 

ગુજરાતમાં ફરી એક વાર વિધાનસભાના દ્વારે કોરોનાએ દસ્તક દીધા છે. એક તરફ રાજ્ય સરકારમાં વાયબ્રન્ટ ગુજરાતનો ધમધમાટ છે બીજી તરફ,  રાજ્ય સરકારના મંત્રી અને  IAS કોરોના સંક્રમિત થતા ફફડાટ ફેલાયો છે. રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરી બીજી વખત કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પહેલી વખત વિધાનસભા સત્ર વખતે જીતુ ચૌધરી સંક્રમિત થયા હતા. જીતુ ચૌધરીનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે,સંક્રમણ ફેલાતા વિધાનસભા સંકુલના સચિવાલયમાં ફફડાટ ફેલાયો છે. રાજ્ય મંત્રીના RT-PCR ટેસ્ટ માટે જીતુ ચૌધરીના સેમ્પલ લેવાયા છે. 

ગુજરાતમાં ક્યારે લેવાશે કડક નિર્ણયો

મહાનગરોમાં રાત્રે 11થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યું લાગૂ કરી દેવાયો છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધતા AMTS અને BRTS હવે 50 ટકા ક્ષમતા સાથે ચલાવવાનો AMC દ્વારા નિર્ણય લેવાયો છે. જોકે અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ, ફ્લાવર શૉ અને ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન થવા જઇ રહ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં કોરોના વધુ વકરે નહીં તે માટે ગુજરાતમાં ક્યારે કડક નિર્ણયો લેવાશે? કેટલીક શાળા અને કોલેજો સ્વેચ્છીક રીતે ઓનલાઇન શિક્ષણ શરૂ કરી રહી છે. પરંતુ રાજ્ય સરકાર કોઈ ઠોસ નિર્ણય લે તેવી જનતા રાહ જોઈ રહી છે.

સચિવાલયમાં પહોચ્યો કોરોના 

રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે.  બોલિવુડ સેલિબ્રિટી સહિત નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.  એવામાં રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ પણ તેમાથી બાકાત રહ્યા નથી. આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલનો કોરોના રિપોર્ટ મંગળવારે સાંજે પોઝિટીવ આવ્યો હતો. જેને લઇને હવે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ મુકેશ કુમારને સોંપવામાં આવ્યો છે.  હાલ કોરોનાગ્રસ્ત મનોજ અગ્રવાલ હોમક્વોરોન્ટાઈન છે. મનોજ અગ્રવાલ સહિત પાંચ જેટલા IAS અધિકારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ  IAS અધિકારીઓનો કોરોનાગ્રસ્ત

  • જે.પી. ગુપ્તા, પ્રિન્સિપાલ સેક્રેટરી,ફાઇનાન્સ
  • હારિત શુક્લા,સેક્રેટરી, ટુરિઝમ
  • જયપ્રકાશ શિવહરે,કમિશનર, હેલ્થ
  • રાજકુમાર બેનિવાલ, કમિશનર ઑફ મ્યુનિસિપાલિટી

એક પછી એક ભાજપના નેતા કોરોના સંક્રમિત

ગત 31 ડિસેમ્બરના રોજ ભાજપ નેતા ગોરધન ઝડફિયા કોરોના સંક્રમિત થયા હતા. કોરોના સંક્રમિત થતા જ ઝડફિયા  હોમ આઇસોલેટ થયા હતા. તે અગાઉ સુરતના ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલ કોવોના સંક્રમિત થયા હતા. બે દિવસ પૂર્વે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આજ કાર્યક્રમમાં ઉપસ્થિત મહા નગર પાલિકાના બે પદાધિકારીઓ પણ સંક્રમિત થતા ફફડાટ ફેલાયો હતો. તો 30 ડિસેમ્બરે સુરતના ધારાસભ્ય ઝંખના પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે સુરત ભાજપના જિલ્લા પ્રમુખ સંદિપ દેસાઈ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

વિપક્ષના તાતાતીર

રાજ્યમાં એક તરફ કોરોના વકરી રહ્યો છે તો બીજી તરફ વિપક્ષ સરકારને બાનમાં લેવાનુ ચૂકતી નથી. ત્યારે વધુ એકવાર કોંગ્રેસે કોરોનાના કેસને લઇને સરકાર પર આકરા પ્રહારો કર્યો. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સરકારી કાર્યક્રમોના આયોજનને લઇને સવાલો ઉઠાવ્યા. ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે છેલ્લા 4 દિવસમાં કોરોનાના કેસ બમણા થઇ ગયા છે તેમ છતાં સરકારને તાયફા કરવામાં જ રસ છે. પ્રજાને કોરોનાથી બચાવવા માટે તાત્કાલિક અસરથી રાજકીય મેળાવડા બંધ કરે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ