બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
તુલસીના છોડને ધર્મ, જ્યોતિશ અને વાસ્તુમાં મહત્વનું માનવામાં આવે છે. તે અનેક વાસ્તુ દોષ દૂર કરવાની સાથે સકારાત્મકતા લાવે છે. તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા છે અને માતા લક્ષ્મીની કૃપા રહે છે. આ વાત ઓછા લોકો જાણે છે કે તુલસીના ઉપાય કરિયરને માટે પણ લાભદાયી છે. તે પ્રમોશન અપાવે છે અને જાતકને માલામાલ પણ કરી શકે છે.
તલુસીના પ્રભાવી ઉપાયો
ADVERTISEMENT

ગરીબી દૂર કરવા માટે
જે લોકોના જીવનમાં રૂપિયાની તંગી છે તેઓએ તુલસીના મૂળને ચાંદીના લોકેટમાં રાખીને પહેરવાથી લાભ થશે. તુલસીના મૂળ નવગ્રહ દોષ દૂર કરીને કિસ્મત ચમકાવે છે. આ સાથે થોડા દિવસમાં ગરીબીને દૂર કરે છે.
ADVERTISEMENT
રૂપિયાની તંગી દૂર કરવા કરો આ કામ
જો મહિનો ખતમ થતાં જ સેલેરી ખતમ થાય છે તો ગુરુવાર અને એકાદશીએ તુલસીનું પૂજન કરો. તુલસીનું પાન પર્સ, તિજોરી કે પૈસા રાખવાના સ્થાને રાખી લો. એ ચુંબકની જેમ તમારી જિંદગીમાં રૂપિયાને આકર્ષિત કરશે.

ADVERTISEMENT
જોબની સમસ્યા દૂર કરવા કરો આ ઉપાય
કોરોનાના કારણે અર્થવ્યવસ્થા પર માઠી અસર પડી છે. અનેક લોકોની નોકરી ગઈ છે અને અનેકને જવાનો ડર છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે ગુરુવારે તુલસીના છોડને પીળા કપડામાં બાંધીને કાર્યસ્થળે રાખો. સોમવારે તુલસીના 16 બીજ સફેદ કપડામાં બાંધીને ઓફિસની માટીમાં દબાવી દો. આ ઉપાય નોકરી બચાવવાની સાથે પ્રમોશન આપે છે.
વ્યાપારમાં લાભ માટે કરો આ કામ
ઘણી મહેનત બાદ પણ વ્યાપારમાં સફળતા મળી રહી નથી તો તુલસીના પાનને 3 દિવસ સુધી પાણીમાં ડૂબાડીને રાખો અને પછી આ પાણી દુકાન કે ઓફિસમાં રૂપિયા રાખવાની જગ્યા પર અને દરવાજા પર છાંટો. આ એક ઉપાયથી બિઝનેસમાં પ્રગતિ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.