બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ડોનાલ્ડ ટ્રમ્પ અને જ્યોર્જિયા મેલોની વચ્ચે આરપારની જંગ, ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ

વિશ્વ / ડોનાલ્ડ ટ્રમ્પ અને જ્યોર્જિયા મેલોની વચ્ચે આરપારની જંગ, ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ

Pravin Joshi

Last Updated: 08:17 PM, 20 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે વૈશ્વિક મંચ પર મોટો વાકયુદ્ધ શરૂ થઈ ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ફ્રાન્સમાં યોજાયેલી G-7 બેઠક દરમિયાન જ્યોર્જિયા મેલોનીએ તેમની ઘટતી લોકપ્રિયતા બચાવવા માટે ટ્રમ્પ સાથે વારંવાર તસવીરો ખેંચાવવાનો આગ્રહ કર્યો હતો.

વૈશ્વિક રાજકારણના બે સૌથી ચર્ચિત ચહેરાઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અત્યારે સામસામે આવી ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યોર્જિયા મેલોની પર તીખો રાજકીય હુમલો કરતા એક સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે. ટ્રમ્પના મતે, ફ્રાન્સમાં આયોજિત આંતરરાષ્ટ્રીય બેઠક દરમિયાન ઇટાલીના વડાપ્રધાને તેમની સાથે વારંવાર ફોટા પડાવવા માટે વિનંતી કરી હતી. ટ્રમ્પે કટાક્ષ કરતા કહ્યું કે, ઇટાલીમાં મેલોનીની લોકપ્રિયતાનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે અને પોતાનું રાજકીય કદ બચાવવા માટે જ તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે નિકટતા બતાવવાનો આ ગતકડો કરી રહ્યા છે.

Trump Slams Italy PM Meloni

ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર લગાવ્યા ગંભીર આક્ષેપો

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર આ વિવાદ અંગે ખુલીને લખ્યું છે. તેમણે પોસ્ટમાં જણાવ્યું કે, ફ્રાન્સમાં યોજાયેલી G-7 બેઠક દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ મારી સાથે વારંવાર તસવીરો ખેંચાવવા માટે વિનંતી કરી હતી. ઇટાલીમાં તેમની લોકપ્રિયતાનું સ્તર ખૂબ જ ઘટી રહ્યું છે. આ કદાચ એટલા માટે છે કારણ કે જ્યારે ઈરાનને પરમાણુ હથિયારો મેળવતા અથવા તેને વિકસિત કરતા રોકવાની વાત આવી, ત્યારે તેમણે અમેરિકાનો સાથ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. જો કે, નાટો (NATO) ના અન્ય દેશોએ પણ એવું જ વલણ અપનાવ્યું હતું.

ટ્રમ્પે વધુમાં પોતાની નારાજગી વ્યક્ત કરતા ખુલાસો કર્યો કે, તણાવના સમયે આપણને ઇટાલીના લેન્ડિંગ સ્ટ્રિપ્સ કે રનવેનો ઉપયોગ પણ કરવા દેવામાં આવ્યો નહોતો, જેના કારણે આપણી સૈન્ય લોજિસ્ટિક્સ વ્યવસ્થામાં ઘણી મોટી મુશ્કેલીઓ ઊભી થઈ હતી. આ બધું ત્યારે થયું જ્યારે અમેરિકા દર વર્ષે ઇટાલી અને અન્ય તથાકથિત નાટો (NATO) સહયોગી દેશોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અબજો ડોલરનું યોગદાન આપે છે. અમેરિકી રાષ્ટ્રપતિએ વધુમાં દાવો કર્યો કે હવે જ્યારે અમેરિકાએ ઈરાનને સૈન્ય મોરચે હરાવી દીધું છે, ત્યારે મેલોની પોતાની પોપ્યુલારિટી વધારવા માટે ફરીથી અમારી સાથે મિત્રતાનો હાથ લંબાવવા માંગે છે.

મેલોનીનો પલટવાર: આ તમામ દાવાઓ તદ્દન 'મનઘડંત'

ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાઓ સામે આવતા જ ઇટાલીના રાજકારણમાં અને વૈશ્વિક સ્તરે હલચલ મચી ગઈ છે. આ પ્રથમ ઘટના નથી, આ પહેલાં પણ જ્યારે ટ્રમ્પે મેલોનીને લઈને આવો જ એક દાવો કર્યો હતો, ત્યારે ઇટાલીના વડાપ્રધાને અમેરિકી રાષ્ટ્રપતિની આકરી આલોચના કરી હતી. જ્યોર્જિયા મેલોનીએ ટ્રમ્પના આ નિવેદનોને સંપૂર્ણપણે મનઘડંત અને પાયાવિહોણા ગણાવ્યા છે અને પોતાના વૈશ્વિક સહયોગી નેતાઓ સાથે ટ્રમ્પના આવા અણછાજતા વર્તન પર ઊંડી નિરાશા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો- ગુજરાત સહિત 8 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, જાણો હવામાનની લેટેસ્ટ આગાહી

ટ્રમ્પના નવા દાવા બાદ તુરંત જ જ્યોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પર એક સત્તાવાર વીડિયો સંદેશ જાહેર કરીને તમામ આરોપોને નકારી કાઢ્યા છે. મેલોનીએ વીડિયોમાં કડક વલણ સાથે જણાવ્યું કે, "મને એ સમજાતું નથી કે અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાના સહયોગી દેશોના નેતાઓ વિશે આવી વાતો કેમ કરે છે?" તેમણે અમેરિકાને સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપતા આત્મસન્માન સાથે કહ્યું કે, ન તો ઇટાલી દેશ અને ન તો હું પોતે ક્યારેય કોઈની સામે ભીખ માંગીએ છીએ." આ વિવાદના કારણે અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચેના રાજકીય સંબંધોમાં વધુ ખટાશ આવવાની આશંકા સેવાઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GiorgiaMeloni TrumpvsMeloni DonaldTrump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ