બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / થોડા કલાકો પણ ના ટક્યું યુદ્ધવિરામ! ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં કર્યો મોટો હુમલો, પાંચ લોકોના મોત

વિશ્વ / થોડા કલાકો પણ ના ટક્યું યુદ્ધવિરામ! ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં કર્યો મોટો હુમલો, પાંચ લોકોના મોત

Ajitsinh Jadeja

Last Updated: 01:22 PM, 20 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Iran Conflict: ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ થયાના થોડા કલાકો પછી ઇઝરાયલી હવાઈ અને ડ્રોન હુમલાઓ દક્ષિણ લેબનોન પર થયા છે.

Israel Iran Conflict: ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ થયાના થોડા કલાકો પછી ઇઝરાયલી હવાઈ અને ડ્રોન હુમલાઓ દક્ષિણ લેબનોન પર થયા છે. આ હુમલાઓમાં પાંચ લોકોના મોત થયા છે. રાતભર ભારે હુમલાઓ અને તોપમારાથી નબાતીયેહ ક્ષેત્રમાં અનેક રહેણાંક ઇમારતોનો નાશ થયો છે.

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ થયાના થોડા કલાકો પછી દક્ષિણ લેબનોન ફરી એકવાર વિસ્ફોટોથી હચમચી ગયું. ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં હવાઈ અને ડ્રોન હુમલાઓ શરૂ કર્યા, જેમાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા. આ હુમલો ફરી એકવાર બંને દેશો વચ્ચેના શાંતિ કરારને નજર અંદાજ કરે છે.

લેબનોનની રાષ્ટ્રીય સમાચાર એજન્સી અનુસાર ઇઝરાયલી યુદ્ધવિમાન અને ડ્રોન દ્વારા નબાતીયેહ ક્ષેત્રમાં રાતભર ભારે હુમલાઓ કરવામાં આવ્યા, જેમાં અનેક રહેણાંક ઇમારતો અને ઘરોનો સંપૂર્ણપણે નાશ થયો છે.

વધુમાં સવાર પડતા પહેલા નબાતીયેહ અને આસપાસના વિસ્તારોને નિશાન બનાવીને ભારે તોપમારો કરવામાં આવ્યો. ઇઝરાયલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ જૂથે સરહદ પારની લડાઈ બંધ કરવા સંમતિ આપી હતી તેના થોડા કલાકો પછી જ આ હુમલો થયો.

યુદ્ધવિરામ જોખમમાં

તાજેતરમાં હુમલાઓમાં થયેલા વધારાને કારણે યુદ્ધનું જોખમ વધ્યું હતું, ત્યારબાદ આ પ્રદેશમાં મોટા સંઘર્ષને ટાળવા માટે આ કરાર થયો હતો. એક વરિષ્ઠ યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે સ્થાનિક સમય મુજબ સાંજે 4:00 વાગ્યે યુદ્ધવિરામ અમલમાં આવ્યો હતો. મીડિયા સાથે વાત કરતા એક વરિષ્ઠ ઇઝરાયલી અધિકારી અને બે હિઝબુલ્લાહ સૂત્રોએ પણ આ કરારની પુષ્ટિ કરી.

અમેરિકા અને કતારે શાંતિ કરારમાં મધ્યસ્થી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેને ઈરાન દ્વારા પણ સમર્થન મળ્યું હતું. વાટાઘાટોમાં સામેલ અધિકારીઓએ યુદ્ધવિરામને લેબનોનના દક્ષિણ મોરચાને શાંત કરવા અને પ્રદેશમાં ચાલી રહેલા અન્ય રાજદ્વારી પ્રયાસોને બચાવવા માટે એક મોટો પ્રયાસ તરીકે વર્ણવ્યું હતું.

હુમલાના કારણો અને બંને પક્ષો દ્વારા દાવાઓ

આ કરાર ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે અત્યાર સુધીના સૌથી ભયંકર સંઘર્ષ પછી થયો હતો. તાજેતરના હુમલાઓમાં લેબનોનમાં લગભગ 40 લોકો માર્યા ગયા હતા, જ્યારે હિઝબુલ્લાહ હુમલાઓમાં ચાર ઇઝરાયલી સૈનિકો માર્યા ગયા હતા.

VTV ADD

આ પણ વાંચોઃ વિશ્વ / કતારે ટ્રમ્પને ગિફ્ટ આપી 37 અરબ રૂપિયાની આ વસ્તુ, અમેરિકામાં મચ્યું રાજકિય ધમાસાણ

સમયસર અમલમાં આવ્યા હોવા છતાં યુદ્ધવિરામ શરૂઆતથી જ કમજોર લાગતું હતું. લેબનીઝ સુરક્ષા સૂત્રો કહે છે કે કરાર અમલમાં આવ્યાના શરૂઆતના કલાકોમાં ઇઝરાયલી હુમલાઓ ચાલુ રહ્યા હતા. દરમિયાન ઇઝરાયલી સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમના દળો ધમકીઓનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.

તેમણે જણાવ્યું કે બ્યુફોર્ટ કેસલ અને અલી તાહેર રિજ જેવા વિસ્તારોમાં ઇઝરાયલી હુમલાઓ ચાલુ રહ્યા છે. તેમણે હિેઝબુલ્લાહ પર યુદ્ધવિરામના નિયમોનું ઉલ્લંઘન કરવાનો અને તેના લશ્કરી માળખાને સુરક્ષિત કરવાનો પ્રયાસનો આરોપ લગાવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Israel hezbollah Israel Iran Conflict
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ