બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં મહિલા દર્દીના મો*તને લઈ વિવાદ: મગજની ગાંઠનું ઓપરેશન થયું અને પછી...
Last Updated: 01:59 PM, 20 June 2026
Surat Hospital Controversy : સુરતમાં એક મહિલા દર્દીના સારવાર દરમિયાન થયેલા મોતને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કરતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ઘટનાને પગલે હોસ્પિટલ તંત્ર અને પોલીસ બંને દ્વારા અલગ-અલગ સ્તરે તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, 40 વર્ષીય મહિલા દર્દીને મગજમાં ગાંઠની સમસ્યાને કારણે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સર્જરી બાદ તેમની તબિયત વધુ ગંભીર બનતાં તેમને અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે, ખાસ કરીને દર્દીને સરકારી હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં શા માટે ખસેડવામાં આવ્યા તે મુદ્દે.
સુરતમાં મહિલા દર્દીના મોતને લઈને વિવાદ, ડોક્ટરની બેદરકારી કે સારવારમાં ગંભીર ચૂક? તપાસના આદેશ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 20, 2026
સુરતમાં 40 વર્ષીય મહિલા દર્દીના ઓપરેશન બાદ થયેલા મોતને લઈને ગંભીર વિવાદ સર્જાયો છે. પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના આક્ષેપો કરતાં જણાવ્યું છે કે સ્મીમેર હોસ્પિટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ… pic.twitter.com/2TxIsT3FKw
ADVERTISEMENT
શું કહ્યું પરિવારજનોએ ?
પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, સારવાર દરમિયાન જરૂરી કાળજી રાખવામાં આવી ન હતી અને કેટલાક નિર્ણયો સમયસર ન લેવાતા દર્દીની સ્થિતિ વધુ બગડી હતી. તેઓનું કહેવું છે કે સરકારી હોસ્પિટલમાં તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં દર્દીને ખાનગી હોસ્પિટલમાં મોકલવાનો નિર્ણય શંકાસ્પદ છે અને તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.
ADVERTISEMENT
આ પણ વાંચો : સંરક્ષણ ક્ષેત્રમાં નવીનતા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા સરકારની ઉચ્ચ સ્તરીય પરિષદ
આ તરફ હોસ્પિટલ તંત્રે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે આંતરિક તપાસ સમિતિની રચના કરી છે. સંબંધિત ડોક્ટરો, તબીબી સ્ટાફ અને અન્ય સંકળાયેલા લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે, જેથી ઘટનાની વાસ્તવિક હકીકત સામે આવી શકે. આ મામલે પોલીસ પણ સક્રિય બની છે અને કાયદેસરની કાર્યવાહી અંતર્ગત તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે. તબીબી દસ્તાવેજો, સારવારનો રેકોર્ડ અને અન્ય પુરાવાઓના આધારે ઘટનાક્રમને સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.