બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / પ્રવાસ / Travel Tips this person Travel to 18 countries, that too in only 6 and a half lakh

ટ્રાવેલ ટિપ્સ / 18 દેશોની યાત્રા, એ પણ માત્ર સાડા 6 લાખમાં! જણાવ્યો સસ્તામાં વિદેશ ઘૂમવાનો જોરદાર જુગાડ

Megha

Last Updated: 09:23 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફરવાની મજા તો ઘણી આવે પણ આ માટે કમાયેલા પૈસા પાણીની જેમ ખર્ચવા પડે છે. વિચારો કે એક એવી ટ્રિક મળી જાય કે પોતાના ખિસ્સામાંથી વધારે પૈસા ખર્ચ્યા વિના દુનિયાની સફર કરી શકાય તો..?

દરેક વ્યક્તિ એટલી કમાણી કરવાની ઈચ્છા રાખે છે કે તે દુનિયાની મુસાફરી કરી શકે. એ અલગ વાત છે કે આ માટે તેમને ખૂબ મહેનત કરવી પડે છે અને પછી તેમના કમાયેલા પૈસા પાણીની જેમ ખર્ચવા પડે છે. વિચારો, જો કોઈ એવો જુગાડ મળી જાય કે વ્યક્તિ પોતાના ખિસ્સામાંથી વધારે પૈસા ખર્ચ્યા વિના દુનિયાની સફર કરી શકે, તો મુસાફરીની મજા વધી જશે.

નવા વર્ષમાં ફરવાનો બનાવી રહ્યા છો પ્લાન, આ 5 વસ્તુનું રાખજો ખાસ ધ્યાન, ખર્ચ  અડધો થઈ જશે I Travel Cost Cutting tips: Save your travel money by choosing  budget friendly hotels

રિપોર્ટ અનુસાર, 21 વર્ષના છોકરા રોબર્ટ મિશેલસેને આ ટ્રિક શોધી કાઢી છે અને તે યુરોપના મોંઘા દેશોમાં પણ સસ્તામાં જઈ રહ્યો છે. કોઈ કલ્પના પણ ન કરી શકે કે આ છોકરો ફક્ત એવા દેશોની મુલાકાત લઈ રહ્યો છે જ્યાં લોકો તેમની મહેનતના પૈસા ખર્ચીને ફરે છે.

rupees equalent to dollar in these country you can easily do foreign trip

બ્રિટનનો આ છોકરો 6.5 લાખ રૂપિયા સાથે 18 દેશોની યાત્રા પર નીકળ્યો છે. તેણે માત્ર 6.5 લાખ રૂપિયામાં આ યાત્રા પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. રોબર્ટ મિશેલસેને પોર્ટુગલ, સર્બિયા, ક્રોએશિયા અને પોલેન્ડમાં પણ આઠ મહિના ગાળ્યા છે. સોલો ટ્રીપ પર આવેલા રોબર્ટનું કહેવું છે કે તે એટલો બચાવ કરે છે કે તે રેસ્ટોરન્ટમાં પણ ખાતો નથી, આ કારણે તે કાચા ઈંડા અને ગાજર ખાઈને જીવતો રહે છે. એટલું જ નહીં, પોતાનો ખર્ચ બચાવવા માટે તે ગુફાઓ, ખુલ્લા બીચ અને સસ્તી હોસ્ટેલમાં રહે છે.

પૈસા બચાવવાની રોબર્ટની રીત પણ રસપ્રદ છે. તે સોલો ટ્રાવેલર છે અને તેની સ્વતંત્રતાના બદલામાં કેટલીક મુશ્કેલીનો સામનો કરવા તૈયાર છે. એક જગ્યાએ તેણે એક મહિના સુધી ગાયોનું દૂધ પીધું કારણ કે તેને ખોરાક અને રહેવાની જગ્યાની જરૂર હતી. તે એક ટાપુ પર તંબુમાં રહેતો હતો. મહિનાઓ સુધી કોઈ પૈસા ખર્ચતો નથી, આ માટે તે ગુફાની અંદર સૂઈ જાય છે. તેણે 6 મહિનામાં 13 દેશોની મુલાકાત લીધી, જેના માટે તેણે માત્ર 4.5 લાખ રૂપિયાનું બજેટ રાખ્યું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ