બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / એકસાથે અનેક ટ્રેનો રદ, બદલાયા રૂટ, જોઇ લેજો ટાઇમટેબલ

તમારા કામનું / એકસાથે અનેક ટ્રેનો રદ, બદલાયા રૂટ, જોઇ લેજો ટાઇમટેબલ

Published By: Jinal Chauhan

Last Updated: 02:49 PM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે આગામી દિવસોમાં ટ્રેનમાં ટ્રાવેલિંગ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. રેલવે દ્વારા ટેક્નિકલ કામને કારણે કેટલીક ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે જ્યારે કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના ઝાંસી-માનિકપુર રેલવે રૂટ પર ડબલ લાઇનનું કામ ચાલી રહ્યું છે. મૌરાનીપુર અને રોરા સ્ટેશન વચ્ચે થઈ રહેલા આ કામને કારણે 27 જુલાઈથી 29 જુલાઈ દરમિયાન અનેક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવે દ્વારા મુસાફરોને મુસાફરી પહેલાં ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ ચકાસવાની સલાહ આપવામાં આવી છે.

બે એક્સપ્રેસ ટ્રેનોના રૂટમાં ફેરફાર

ટ્રેન નંબર 19665 ખજુરાહો-ઉદયપુર એક્સપ્રેસ 28 જુલાઈએ તેના નિયમિત માર્ગના બદલે ખજુરાહો-બિરારી-દેલવાડા-ઝાંસી રૂટ પરથી દોડશે. બીજી તરફ ટ્રેન નંબર 19666 ઉદયપુર-ખજુરાહો એક્સપ્રેસ 27 જુલાઈએ ઝાંસી-મહોબા-ખજુરાહો માર્ગના બદલે ઝાંસી-દેલવાડા-બિરારી-ખજુરાહો માર્ગ પરથી સંચાલિત કરવામાં આવશે.

Indian Railways

મેમૂ ટ્રેન રદ

ટ્રેન નંબર 64614 બાંદા-વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી મેમૂ 27 અને 28 જુલાઈએ રદ રહેશે. ટ્રેન નંબર 64612 માનિકપુર-વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી મેમૂ 28 જુલાઈએ નહીં દોડે. ટ્રેન નંબર 64613 વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી-બાંદા મેમૂ પણ 27 અને 28 જુલાઈએ રદ કરવામાં આવી છે.

આ એક્સપ્રેસ ટ્રેનો પણ નહીં દોડે

ટ્રેન નંબર 11801 ગ્વાલિયર-પ્રયાગરાજ એક્સપ્રેસ 27 અને 28 જુલાઈએ રદ રહેશે. જ્યારે ટ્રેન નંબર 11802 પ્રયાગરાજ-ગ્વાલિયર એક્સપ્રેસ 28 અને 29 જુલાઈએ રદ કરવામાં આવી છે. ઉપરાંત ટ્રેન નંબર 64611 વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી-માનિકપુર મેમૂ 28 જુલાઈએ નહીં દોડે.

vtv app promotion

આ પણ વાંચોઃ IT રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાશે, એવાં વ્હેમમાં ન રહેતા, ફટાફટ ભરી દેજો

મુસાફરો માટે મહત્વની સલાહ

રેલવેનું કહેવું છે કે મુસાફરો સ્ટેશન જવા પહેલાં પોતાની ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ જરૂર તપાસી લે. રૂટમાં ફેરફાર અથવા ટ્રેન રદ હોવાની માહિતી અગાઉથી મળી જશે તો અનાવશ્યક મુશ્કેલી અને સમયનો બગાડ ટાળી શકાય છે.

ડબલ લાઇનનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે

ઝાંસી-માનિકપુર રેલખંડ પર ચાલી રહેલું ડબલ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ ટ્રેન સંચાલન વધુ સરળ બનશે. જોકે હાલના તબક્કે આ કામગીરીને કારણે કેટલાક દિવસો માટે મુસાફરોને અસુવિધાનો સામનો કરવો પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Railways Train Cancelled Route Diversion

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ