બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / IT રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાશે, એવાં વ્હેમમાં ન રહેતા, ફટાફટ ભરી દેજો

કામની વાત / IT રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાશે, એવાં વ્હેમમાં ન રહેતા, ફટાફટ ભરી દેજો

Published By: Bijal Vyas

Last Updated: 10:43 AM, 22 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ITR Filing: CA અનુસાર, આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવવાની આશા રાખવી પાછળથી મુશ્કેલીમાં મૂકી શકે છે. 31 જુલાઈની અંતિમ તારીખ સુધીમાં રિટર્ન ફાઇલ ન કરવાથી મોટું નુકસાન થઈ શકે છે.

CA અનુસાર, આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવવાની આશા રાખવી પાછળથી મુશ્કેલીમાં મૂકી શકે છે. 31 જુલાઈની અંતિમ તારીખ સુધીમાં રિટર્ન ફાઇલ ન કરવાથી મોટું નુકસાન થઈ શકે છે. આ ખબર દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનું કહેવું છે કે, સમયસર ITR ફાઇલ કરવાના ફાયદા અને નિર્ધારિત સમયમર્યાદા પછી ફાઇલ કરવાના ગેરફાયદા વિશે માહિતી આપે છે.

આવકવેરા વિભાગના e-Filing પોર્ટલના 20 જુલાઈ સુધીના ડેટા મુજબ, આકારણી વર્ષ 2026-27 માટે 2,99,19,219 રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 2,83,02,881 ITR ચકાસવામાં આવ્યા હતા, જ્યારે 1,73,70,255 રિટર્ન પર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી.

સૌથી જરુરી તારીખ 31 જુલાઇ 2026

CAએ જણાવ્યું હતું કે, જો તમે નોકરી કરતા હોય, પેન્શન મેળવતા હોય અથવા ઘર કે શેરના વેચાણથી નફો મેળવતા હોય અથવા તમારી આવક માત્ર પગાર અને કેપિટલ ગેઇન્સમાંથી થતી હોય તો પણ તમારું ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ જ છે. આ તારીખમાં અત્યાર સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ITR

જો તમે આ સમયસીમા સુધીમાં તમારું ITR ફાઇલ નહીં કરો, તો તમારે દંડ અને વ્યાજ બંને ચૂકવવુ પડશે. આ ઉપરાંત, તમે શેર કે મિલકત પર થયેલા નુકસાનને ભવિષ્યના નફા સામે સરભર કરવાનો અધિકાર ગુમાવશો.

31 ઓગષ્ટ 2026 : આ ડેડલાઇન કોના માટે છે

CAએ જણાવ્યું હતું કે, જો તમે બિઝનેસ મેન હોય અને તમારા હિસાબોનું ટેક્સ ઓડિટ ફરજિયાત ન હોય, તો તમારે ITR-3 અથવા ITR-4 ફાઇલ કરવું જરૂરી છે. ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ, 2026 છે. જો આ બાબત તમને લાગુ પડતી હોય, તો 31 ઓગસ્ટ સુધી રાહ જોવાને બદલે અગાઉથી તૈયારી કરવી હિતાવહ છે, જેથી તમે છેલ્લી ઘડીની દોડધામ અને સંભવિત તકનીકી સમસ્યાઓથી બચી શકો.

ITR-COVER

સમય પર રિર્ટન ભરવાના ફાયદા

CAએ મીડિયાને જણાવ્યું હતું કે, 31 જુલાઈ, 2026 અને 31 ઓગસ્ટ, 2026એ બે મુખ્ય ડેડલાઇન્સ છે જેનું મોટાભાગના લોકોએ પાલન કરવું જરૂરી છે. સમયસર રિટર્ન ફાઇલ કરવાથી માત્ર દંડ અને વ્યાજમાંથી જ બચી શકાતું નથી, પરંતુ તેનાથી નુકસાનને આગળના વર્ષોમાં લઈ જવાની સુવિધાનો લાભ પણ મેળવી શકાય છે.

આ પણ વાંચોઃ રેલવે સ્ટેશન જતા પહેલા આ રીતે બુક કરાવો પ્લેટફોર્મ ટિકિટ, નહીંતર ભરવો પડશે દંડ

આ ઉપરાંત સમયસર ITR ફાઇલ કરવું એ લોન મેળવવા, વિઝા માટે અરજી કરવા અને નાણાકીય વિશ્વસનીયતા જાળવી રાખવા માટે ફાયદાકારક સાબિત થાય છે. તેથી, તમારી શ્રેણીને લાગુ પડતી સમયમર્યાદા ધ્યાનમાં રાખો, અગાઉથી તૈયારીઓ શરૂ કરો અને તમામ કાનૂની તથા નાણાકીય લાભો મેળવવા માટે નિયત તારીખ પહેલાં તમારું રિટર્ન ફાઇલ કરો.

Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

itr filing dont wait for an extension deadline file your return

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ