બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / બિઝનેસ / top 5 government investment and welfare scheme for public

રોકાણ / 2020 ના વર્ષમાં આ 5 સરકારી સ્કીમમાં કરી લો રોકાણ, ભવિષ્યમાં થશે મોટો ફાયદો

Bhushita

Last Updated: 10:26 AM, 27 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે પણ રોકાણની વાત આવે છે ત્યારે મોટી સંખ્યામાં લોકો તેને ટાળી દેતા હોય છે. પરંતુ સમય કોઈની રાહ જોતો નથી. જો તમે યોગ્ય સમયે રોકાણનો નિર્ણય લઈ લો છો તો તે તમને મોટો ફાયદો આપી શકે છે. જો તમે પણ હજુ સુધી કોઈ પ્રકારનું રોકાણ કર્યું નથી તો તમે હવે તેની શરૂઆત કરી શકો છો. અન્ય કોઈ સ્કીમનો ખ્યાલ ન હોય તો તમે સરકારની ખાસ સ્કીમમાં રોકાણ કરીને સારું રિટર્ન મેળવી શકો છો.

  • નવા વર્ષમાં આ સ્કીમમાં કરો રોકાણ
  • 5 સરકારી સ્કીમમાં મળે છે મોટું રિટર્ન
  • યોગ્ય સમયે કરેલું રોકાણ આપે છે ફાયદો

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ( PPF )

PPFમાં રોકાણ દરેક વ્યક્તિ માટે સરળ વિકલ્પ છે. જો લોન્ગ ટર્મ માટે પ્લાન કરી રહ્યા છો તો PPFમાં રોકાણ કરો. હાલમાં PPF પર સરકારની તરફથી 8 ટકાનું વ્યાજ મળે છે. નવા વર્ષે તમે આ સુરક્ષિત સ્કીમમાં રોકાણ કરી શકો છો. 

આ સ્કીમમાં તમે ફક્ત 500 રૂપિયાના રોકાણથી પણ શરૂઆત કરી શકો છો. આ માટે કોઈ પણ બેક કે પોસ્ટ ઓફિસમાં PPF એકાઉન્ટ ખોલાવી શકાય છે. ઈનકમ ટેક્સમાં પણ 80 સીના આધારે તમને 1.5 લાખ રૂપિયાના રોકાણ સુધીની છૂટ મળે છે. 

સુકન્યા સમૃદ્ધિ યોજના

જો તમે તમારી દિકરીના ભવિષ્યને સુરક્ષિત કરવા ઈચ્છો છો તો તમે આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. ભારત સરકારની તરફથી દિકરીઓના લગ્ન અને ઉચ્ચ શિક્ષાને માટે શરૂ કરવામાં આવેલી આ યોજનાનો લાભ લઈ શકાય છે. આ યોજનાને બેટી બચાઓ- બેટી પઢાઓના આધારે લોન્ચ કરવામાં આવી છે. હાલ સુધી તેમાં 8.40 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે. ટેક્સમાં છૂટ સાથે મેચ્યોરિટી પૂરી થયા બાદ ઈનકમ ટેક્સ ફ્રી હોય છે. 

આ યોજનામાં તમે 250 રૂપિયાથી શરૂઆત કરી શકો છો. ખાતું ખોલવાના દિવસથી 15 વર્શ સુધી રકમ જમા કરાવી શકાય છે. એક નાણાંકીય વર્ષમાં કોઈ એકાઉન્ટમાં વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. 

અટલ પેન્શન યોજના

આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા લોકો માટે ફાયદારૂપ છે. મોદી સરકારે આ સ્કીમ 2015માં લોન્ચ કરી હતી. જેના આધારે રિટાયરમેન્ટ બાદના ખર્ચ માટે ચોક્કસ રકમ મળે છે 18-40 વર્ષના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાના આધારે પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછા 20 વર્ષ સુધી રોકાણ કરવાનું રહે છે. 

યોજનાના આધારે તેમાં ઓછામાં ઓછું 1000 રૂપિયા અને વધારેમાં વધારે 5000 રૂપિયા માસિક પેન્શન મળે છે. પેન્શનનો લાભ 60 વર્શની ઉંમરથી મળશે. જો કોઈ 18 વર્ષનો યુવાન અટલ પેન્શન યોજના સાથે જોડાવવા ઈચ્છે છે તો તેને દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. તેની એક મોટી ખાસિયત છે કે જો રોકાણકારનું વચ્ચે જ મોત થઈ જાય છે તો પરિવારને મળનારો ફાયદો યથાવત રહે છે. 

પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન

આ યોજનામાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા કારીગરો લાભ લઈ શકે છે. આ યોજના 15000 રૂપિયા દર મહિને કમાનારા કારીગરો માટે છે. જેનાથી 60 વર્ષની ઉંમર બાદ તેઓ 3000 રૂપિયાનું માસિક પેન્શન મેળવી શકે. આ યોજનામાં 18-40 વર્ષના કામદારો સામેલ થઈ શકે છે. આ સ્કીમની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં 55 રૂપિયા દર મહિને રોકાણ કરશો તો તમે દર મહિને 3000 રૂપિયાનું પેન્શન મેળવી શકશો. 

આ યોજનાને ઈપીએફ યોજનાની જેમ જ બનાવવામાં આવી છે. જે સંગઠિત ક્ષેત્રના કામદારો માટે છે. તેમાં કર્મચારી પોતાના મૂળ વેતનનો 12 ટકા ભાગ રોકી શકે છે. એટલી જ રકમ તેના ઈપીએફમાં જમા થાય છે. સરકારનું લક્ષ્ય આ યોજનાથી અસંગઠિત કાદારોના 10 કરોડ કામદારોને જોડવાનું છે. અરજદાર પાસે સેવિંગ એકાઉન્ટ અને આધાર કાર્ડ હોવું જરૂરી છે. વધુમાં વધુ 200 રૂપિયા સુધી દર મહિને રોકાણ કરી શકાય છે.

જનસુરક્ષા યોજના

પીએમ મોદીએ 9 મે 2015ના રોજ આ યોજનાની જાહેરાત કરી હતી. તેમાં જીવન જ્યોતિ વીમા યોજના પણ સામેલ છે. આ યોજનાના આધારે વીમા ધારકનું આકસ્મિક મોત થાય છે તો તેના પરિવારને 2 લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ સાથે જ દર વર્ષે પોલીસીને રિન્યૂ કરાવવાની હોય છે. આ માટે 330 રૂપિયાની પ્રિમિયમ રાશિ આપવાની રહે છે. સરકારનો દાવો છે કે હાલ સુધી 5.91 કરોડ ભારતીય આ યોજનામાં સામેલ થઈ ચૂક્યા છે. 

આ સિવાય પીએમ સુરક્ષા વીમા યોજના પણ સામાન્ય લોકો માટે છે. સરકારની આ સ્કીમ 18-70 વર્ષના લોકો માટે છે. આ એક દુર્ઘટના વીમા યોજના છે. જેના 12 રૂપિયા દર વર્ષે પ્રીમિયમ આપવાનું રહે છે. લાભાર્થીનું દુર્ઘટનામાં મોત થાય કે પૂર્ણ વિકલાંગતા માટે 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. જો આંશિક વિકલાંગતા હોય તો 1 લાખ રૂપિયાની સહાય મળે છે. આ યોદનાનો લાભ લેવા બેંક ખાતું હોવું જરૂરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ