બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:51 AM, 25 December 2025
વર્ષ 2025 પુરુ થવાનું છે અને ક્રિકેટની દુનિયા માટે આ વર્ષ ઘણું યાદગાર રહ્યું હતું. ભારતીય ટીમે 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. દક્ષિણ આફ્રિકાએ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીતીને 27 વર્ષથી રાહ જોવાતા ICCનો ખિતાબ જીત્યો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલો વર્લ્ડકપ જીત્યો હતો.આ સારી યાદો ઉપરાંત એવા વિવાદો પણ છે જેના માટે વર્ષ 2025ને યાદ કરવામાં આવશે.
ADVERTISEMENT
પાકિસ્તાનમાં યોજાવાની જગ્યાએ હાઈબ્રિડ મોડલમાં યોજાઈ ચેમ્પિયન્સ ટ્રોફી
ADVERTISEMENT
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું હતું. BCCIના વિરોધના કારણે ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલમાં પાકિસ્તાન અને દુબઈમાં રમાઈ. આ વર્ષનો સૌથી વિવાદિત વિષય હતો.
RCBએ 18 વર્ષની લાંબી રાહ જોયા પછી IPLનો ખિતાબ જીત્યો
ADVERTISEMENT
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2025માં 18 વર્ષની લાંબી રાહ જોયા પછી ખિતાબ જીત્યો છે. આ ટીમનો પહેલો આઈપીએલ ખિતાબ હતો.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ખિતાબનો જશ્ન મનાવવા માટે ટીમ અને ફેન્સ ભેગા થયા હતા. આ બધાની વચ્ચે દોડાદોડીમાં સ્ટેડિયમ પાસે 11 લોકોના મોત થયા હતા. આ ઘટના ક્રિકેટના ઈતિહાસની સૌથી દુખદ અને ભયાનક ઘટના હતી.
એશિયા કપમાં પાકિસ્તાન સાથે ભારતે હાથ ન મિલાવ્યો
ADVERTISEMENT
એશિયા કપ 2025 વર્ષની સૌથી ચર્ચા વાળી ઈવેન્ટ હતી. આ દરમિયાન ભારતીય ટીમે પાકિસ્તાની ટીમ સાથે હાથ નહોતો મળાવ્યો.ટોસ વખતે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ નહોતો મિલાવ્યો. આ સિલસિલો સતત ત્રણ મેચ સુધી ચાલ્યો અને વર્ષના સૌથી મોટા સમાચાર બની ગ્યા. ક્રિકેટમાં આવું ક્યારેય નથી બન્યું કે બે ટીમના ખેલાડીએ હાથ ન મિલાવ્યા હોય. ફાઈનલમાં જીત્યા પછી ભારતીય ટીમે પાકિસ્તાની મૂળના એસીસી અધ્યક્ષ મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન લેવી પણ ચર્ચાનો વિષય હતી. પાકિસ્તાની ખેલાડીઓ હારિશ રૌફ અને સાહિબજાદા ફરહાને પણ વિવાદાસ્પદ સેલિબ્રેશન કર્યું હતું.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 9 છગ્ગા, 18 ચોગ્ગા અને રેકોર્ડબ્રેક સદી, રોહિત શર્માએ સિક્કીમને પીસી નાખ્યું, જુઓ વીડિયો
જાડેજા અને સુંદરનો બેન સ્ટોક્સ સાથે હાથ ન મિલાવવો
ADVERTISEMENT
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓલ્ડ ટ્રેફર્ડમાં ચોથી ટેસ્ટ રમવામાં આવી હતી. ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે સદીની નજીક હોવાની જગ્યાએ ઈંગ્લેડના કેપ્ટન બેનસ્ટોકને હેન્ડશેક કરવાની ના પાડી દીધી હતી. જાડેજા અને સુંદરે હાથ ન મિલાવવાની ઘટના પણ ખુબ ચર્ચામાં રહી હતી.
ભારત પર દક્ષિણ આફ્રિકાના હેડ કોચ શુકરી કોનરાડનું વિવાદીત નિવેદન
દક્ષિણ આફ્કિરાના હેડ કોચ શુકરી કોનરાડે ભારત સામે ગુવાહાટીમાં રમાયેલી ટેસ્ટમાં તેમની ટીમની મનની વાત કહેવા માટે ગ્રોવેલ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ શબ્દના ઉપયોગ પછી શુકરી કોનરાડ વિવાદમાં આવ્યા હચા. અનિલ કુંબલે અને ચેતેશ્વર પૂજારા જેવા પૂર્વ ભારતીય ક્રિકેટર્સે આ કોમેન્ટની ટિકા કરી હતી કારણ કે આ શબ્દનો ઉપયોગ સારી રીતે એટલે કે પોઝિટીવ રીતે લેવામાં આવતો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.