બ્રેકિંગ ન્યુઝ
VTV / toothache dental pain types causes home remedies
Last Updated: 03:20 PM, 22 February 2021
ADVERTISEMENT
દાંતમાં દુખાવો એક સામાન્ય સમસ્યા છે, પરંતુ કેટલીકવાર તેનો દુખાવો અસહ્ય થઈ જાય છે. દાંતના દુખાવાને કારણે વારંવાર ચહેરા પર સોજો આવે છે અને માથામાં દુખાવો પણ થવા લાગે છે. સામાન્ય રીતે દાંતમાં દુખાવો ખૂબ જ ગરમ અથવા ઠંડો ખોરાક ખાવાથી, દાંત સાફ ન રાખવાથી, કેલ્શિયમની ઉણપ, બેક્ટેરિયલ ઈન્ફેક્શન અથવા દાંતના મૂળમાં નબળાઇને કારણે થાય છે. અક્કલ દાઢ નીકાળવા પર પણ દાંતમાં સખત દુખાવો થાય છે.
લવિંગ
ADVERTISEMENT
દાંતના દુખાવામાં લવિંગનો ઉપયોગ ખૂબ અસરકારક માનવામાં આવે છે. દાંત નીચે લવિંગ દબાવવાથી દુખાવામાં રાહત મળે છે. દાંતના દુખાવામાં પણ લવિંગ તેલ ફાયદાકારક છે.
લસણ
લસણમાં એલિસિન કમ્પાઉન્ડ હોય છે જે એન્ટીબેક્ટેરિયલ, એન્ટિસેપ્ટિક અને એન્ટિફંગલ ગુણથી ભરેલું છે. દાંતમાં દુખાવો હોય તો કાચું લસણ ચાવવું. આ તમને આરામ આપશે.
હળદર
હળદરને કુદરતી એન્ટીબાયોટીક માનવામાં આવે છે. હળદર, મીઠું અને સરસવના તેલની પેસ્ટ બનાવો. આ પેસ્ટ દાંત પર લગાવો જેમાં દુખાવો થાય છે. હળદરની આ પેસ્ટ દાંતના દુખાવા માટે દવા તરીકે કામ કરે છે.
હીંગ
હીંગનો ઉપયોગ ખોરાકમાં સ્વાદ અને સુગંધ માટે થાય છે, પરંતુ તે ઘણા ઘરેલું ઉપાયોમાં પણ ફાયદાકારક છે. જો તમને દાંતમાં દુખાવો થાય છે, તો લીંબુના રસમાં એક ચપટી હીંગ મિક્સ કરીને કોટન સાથે દાંત પર લગાવો. આ દુખાવો ઓછો કરશે.
કાળા મરી
વધુ ગરમ અથવા ઠંડુ ખાવાથી થતા દુખાવામાં કાળા મરી આરામ આપશે. એના માટે કાળા મરીનો પાવડર અને સોલ્ટને બરાબર માત્રામાં ભેળવી લેવો. હવે એમાં થોડું પાણી નાંખી પેસ્ટ બનાવી લેવો. આ પેસ્ટને દુખાવા વાળી જગ્યા પર લગાવી છોડી દેવો. એનાથી દાંતમાં દુખાવો સારો થઇ જશે.
બેકિંગ સોડા
બેકિંગ સોડામાં પણ એન્ટિબેક્ટિરિયલ, એન્ટિફંગલ અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. ગરમ પાણીમાં બેકિંગ સોડા નાખી એના કુલ્લા કરો. એનાથી દાંતનો દુખાવો ઓછો થઇ જશે. એ ઉપરાંત તમે ભીના રૂમાં પણ થોડો બેકિંગ સોડા નાખી એને દુખાવા વાળા દાંત પર લગાવી શકો છો.
જામફળના પાન
જામફળ સાથે તેના પાન પણ ખુબ ફાયદાકારક હોય છે. એમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. દાંતના દુખાવામાં જામફળના તાજા પાન ચાવવાથી દુખાવામાં આરામ મળે છે. એ ઉપરાંત તમે આ પાનને પાણીમાં કરી ઠંડુ કરો એન એમાં મીઠું નાખી કોગળા કરો. આ રીતે પણ દાંતને રાહત આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT