બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Tom Cruise Mission Impossible 7 review and videos of his stunts

ફિલ્મજગત / ટોમ ક્રૂઝનો જલવો યથાવત્: 61 વર્ષની ઉંમરમાં 16 વર્ષની જેમ એક્શન, ફિલ્મ મિશન ઈમ્પોસિબલ-7નો જાણી લો ફર્સ્ટ રિવ્યુ

Published By: Vishnu

Last Updated: 05:53 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મમાં સ્ટંટમેનની મદદ ન લેનારા 61 વર્ષીય ટોમ ક્રૂઝની 16 વર્ષનાં ટીનએજર છોકરા જેવી એનર્જી જોઈને ફેન્સ ચોંકી ગયાં હતાં. વીડિયો જોઈને રૂંવાટા ઊભા થઈ જશે.

  • મિશન ઈમ્પોસિબલ 7 થિયેટર્સમાં રિલીઝ
  • સ્ટંટમેનની મદદ વિના ટોમે પોતે જ કર્યાં છે બધાં સ્ટંટ્સ
  • ટોમ ક્રૂઝની એનર્જી જોઈ ચોંકી ગયાં ફેન્સ

છેલ્લાં 26 વર્ષથી ટૉમ ક્રૂઝ દુનિયાભરની ઓડિયંસનું મનોરંજન કરી રહ્યાં છે. વર્ષ 1996માં તેમની મિશન ઈમ્પોસિબલ સીરીઝની પહેલી ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારથી આ હોલીવુડ એક્ટર પોતાના કરોડો ફેન્સને પોતાની એક્ટિંગથી ચોંકાવી દે છે. ટોમ ક્રૂઝની મિશન ઈમ્પોલિસબલ 7 એટલે કે મિશન ઈમ્પોસિબલ ડેડ રેકોનિંગ પાર્ટ 1 થિયેટરમાં રિલીઝ થઈ ચૂકી છે. વાંચો આ ફિલ્મનો રિવ્યૂ.

ટોમ ક્રૂઝની એનર્જી
બોડી ડબલ કે સ્ટંટ મેનનો ઉપયોગ ન કરનારા ટોમ ક્રૂઝે આ ફિલ્મમાં પણ પોતાના સ્ટંટ્સ પોતે જ કર્યાં છે. 61 વર્ષનાં ટોમની એનર્જી 16 વર્ષનાં ટીનએજર જેવી દેખાઈ રહી છે. ક્રિસ્ટોફર મેક્વેરીની સાથે ટોમે 3 મિશન ઈમ્પોલિસબલ સીરીઝમાં કામ કર્યું છે. ટોમે પોતાની એક્ટિંગ અને એક્શનની સાથે આ મિશન ઈમ્પોસિબલ 7ને આ સીરીઝની બેસ્ટ એક્શન ફિલ્મ સાબિત કરી છે. રણમાં ઘોડાની ઉપર બેસીને મિશનની શરૂઆત હોય કે પછી એરપ્લેનનાં કિનારાથી લટકવાનું હોય, ટોમે દરેક સીનમાં પોતાની સ્કીલથી ફેન્સને ચોંકાવ્યાં છે.

શું છે મિશન ઈમ્પોસિબલ 7ની સ્ટોરી?
રશિયાનો એજન્ટ જે સેવસ્તોપોલ સબમરીન લઈને મોર્જે બેરિંગા પહોંચી જાય છે ત્યારે અમેરિકા અને રશિયાની વચ્ચે આવનારા આ સમુદ્રમાં તેમનો સામનો એક એવી સબમરીનથી થાય છે જે અચાનક તેનાથી અથડાય છે અને આ એક્સીડેંટમાં રશિયાનાં એજન્ટસમાંથી કોઈ નથી બચી શકતું. આ ઘટના બાદ ટોમ ક્રૂઝ અને IMF દુનિયાને બચાવવાના મિશન માટે તૈયાર થાય છે પરંતુ ત્યાં તેમનો સામનો AI આર્ટિફિશયલ ઈંટેલીજેન્સથી થાય છે. હવે અંતમાં મિશન ફેઈલ થાય છે કે નહીં એ તો ફિલ્મ જોઈને તમે જાણી શકશો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Hollywood Actor Mission Impossible 7 Review Video stunt tom cruise Mission Impossible 7

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ