બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / tmc mla birbaha hansda raised a big question on the religion of draupadi murmu

રાજનીતિ / મમતાની પાર્ટીના MLA અને અભિનેત્રી બીરબાહા હાંસદાએ દ્રૌપદી મુર્મૂ પર કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

Hiralal

Last Updated: 03:48 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીએમસી ધારાસભ્ય અને સંથાલી અભિનેત્રી બીરબાહા હાંસદાએ ભારતના રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા દ્રૌપદી મુર્મૂના ધર્મ વિશે સવાલ ઉઠાવ્યાં છે.

  • બીરબાહા હાંસદાએ દ્રૌપદી મુર્મૂના ધર્મ વિશે ઉઠાવ્યાં સવાલ
  • કહ્યું શું દ્રોદાપી મુર્મૂ ખરેખર આદિવાસી છે
  • મુર્મૂએ પોતાની જાતને હિંદુ ધર્મની ગણાવે છે 

દ્રૌપદી મુર્મૂ ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે લગભગ નક્કી છે પરંતુ તેઓ રાષ્ટ્પતિ બને તે પહેલા તેમના ધર્મ વિશે સવાલ ઊભા થયા છે. ટીએમસી ધારાસભ્ય અને સંથાલી અભિનેત્રી બીરબાહા હાંસદાએ મુર્મૂના ધર્મ વિશે મોટો સવાલ ઉઠાવ્યો છે. 

શું દ્રૌપદી મુર્મુ ખરેખર આદિવાસી છે? બીરબાહા હાંસદા
બીરબાહા હાંસદાએ પૂછ્યું કે શું દ્રોદાપી મુર્મુ ખરેખર આદિવાસી છે. તે પોતાની જાતને હિન્દુ લખે છે. લોકોને ખોટી રીતે સમજાવવાથી કશું નહીં થાય.

મુર્મૂએ હિંદુ નહીં સંથાલી ધર્મ એવું લખવું જોઈએ- હાંસદા 
સોમવારે વિધાનસભામાં બીરબાહા હંસદાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "હું પણ એક આદિવાસી મહિલા છું. એક આદિવાસી મહિલા તરીકે લખતા આપણે ધર્મમાં સંથાલી ધર્મ લખીએ છીએ, પરંતુ દ્રૌપદી મુર્મૂએ હિન્દુ ધર્મ લખ્યો છે. અમે સંથાલ છીએ, પરંતુ હિન્દુ નથી, અમે બંગાળમાં સંથાલી ધર્મનું પાલન કરીએ છીએ." તેમણે કહ્યું કે, "ભાજપ સંથાલી  ધર્મને અનુસરનારા પ્રતિનિધિને નોમિનેટ કરે. અમને કોઈ વાંધો નથી. આ રીતે જુઠ્ઠાણા ફેલાવવાથી કામ નહીં ચાલે. અમે આદિવાસીઓ પણ સમજીએ છીએ કે કોણ જૂઠું બોલે છે અને કોણ સાચું બોલે છે.

દ્રૌપદી મુર્મૂ ઓડિશાના સંથાલી આદિવાસી સમાજના છે

ઉલ્લેખનીય છે કે ભારતના રાષ્ટ્રપતિ બનવા જઈ રહેલા દ્રૌપદી મુર્મૂ ઓડિશાના સંથાલી આદિવાસી સમાજના છે અને આ સમુદાય બંગાળમાં પણ વસવાટ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ