બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Tiktok's statement on ban of Chinese apps

પ્રતિબંધિત / બૅન કર્યા બાદ TIKTOKનું આવ્યું મોટું નિવેદન, કહ્યું અમે ભારતના યુઝર્સ...

Last Updated: 12:30 PM, 30 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચાઇના વચ્ચે ચાલી રહેલા તંગ વાતાવરણમાં હવે નવુ સોપાન ઉમેરાયુ છે અને ભારતે ચાઇનાની 59 એપ બૅન કરી દીધી છે. જેમાં ટીકટોક અને હેલો જેવી સફળ એપનો સમાવેશ થાય છે. જે બાદ ટીકટોકે કહ્યું કે યુઝર્સની જાણકારી કોઇ પણ દેશ કે ચીન સુદ્ધાને આપવામાં નહી આવે.

  • ટીકટોક બૅન કરવાનો સરકારનો આદેશ
  • નિખિલ ગાંધીએ આપ્યુ નિવેદન
  • ચીનને નહી અપાય યુઝર્સની માહિતી 

સરકારના આદેશનું પાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ કોઈ પણ ભારતીય યુઝરની માહિતી કોઈ અન્ય દેશ સાથે શૅર કરવામાં આવી નથી, ચીન સાથે પણ નહીં. ગઈકાલે (29 જૂન) મોદી સરકારે ટિકટોક સહિત 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. લદાખમાં તણાવ વચ્ચે સરકારના આ નિર્ણયને ચીન માટે એક મજબૂત સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે.

 

 

 ટિકટોકના ભારતના હેડ નિખિલ ગાંધીએ કહ્યું કે, "ભારત સરકારે ટિકટોક સહિત 59 એપ્સને બૅન કરવાનો વચગાળાનો આદેશ આપ્યો છે, અમે આ હુકમનું પાલન કરવાની તૈયારીમાં છીએ." નિખિલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે અમે વપરાશકર્તાની ગુપ્તતા અને અખંડિતતાને બનાવી રાખીશુ. જો કે, સરકારનો દાવો આથી અલગ છે અને તે ખૂબ ગંભીર છે.

 

 

29 જૂનના રોજ તેના નિર્ણય અંગે માહિતી આપતાં કેન્દ્ર સરકારે કહ્યું કે અમને આ એપ્સના દુરૂપયોગ વિશે માહિતી મળી રહી છે, યુઝર્સનો ડેટા ભારતની બહાર અન્ય દેશોમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. તેથી લોકોની સંરક્ષણ, સુરક્ષા, સાર્વભૌમત્વ, અખંડિતતા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને 59 એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે આઇટી એક્ટની કલમ 69-એ હેઠળ આ નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે આ એપ્સ ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે ખતરો છે, તેથી તેમના પર મોબાઇલ અને નોન-મોબાઇલ ઇન્ટરનેટ ડિવાઇસીસમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ban Tiktok statement નિવેદન Ban
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ