બ્રેકિંગ ન્યુઝ
VTV / Those Above 18 Eligible To Get Covid Vaccine From May 1: Centre
Hiralal
Last Updated: 08:44 PM, 19 April 2021
ADVERTISEMENT
. મોદી સરકારના આ નિર્ણય બાદ 18 વર્ષથી વધુ વયના તમામ લોકો કોરોનાની વેક્સિન લઈ શકશે.
મોદી સરકારના મહત્વના નિર્ણયો
- પ્રાથમિકતા વાળા સમૂહોને પહેલાની જેમ જ ફ્રી વેક્સિન મળતી રહેશે.
- ત્રીજા તબક્કામાં વેક્સિનની ખરીદીના નિયમોમાં છૂટછાટ અપાઈ છે.
- રાજ્યોને હવે સીધી રીતે જ કંપનીઓ પાસેથી વેક્સિનના ડોઝ લેવાનો અધિકાર રહેશે.
- રાજ્યો હવે નક્કી કરી શકશે કે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે રસીકરણ શરુ કરાય કે કેટેગરી બનાવી શકશે.
- સરકાર વેક્સિન નિર્માતાઓને વેક્સિનનું ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહિત કરી શકશે.
- વેક્સિન નિર્માતાઓની પાસે હવે પોતાના સપ્લાયની કુલ ક્ષમતાની અડધી રાજ્ય સરકારોને મોકલવાનો અધિકાર રહેશે.
ADVERTISEMENT
ખુલ્લા બજારમા આવી શકશે વેક્સિન
સરકારે જણાવ્યું કે સૌથી મોટા રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કામાં વેક્સિનની ખરીદી, રસીની પાત્રતામાં છૂટછાટ અપાઈ રહી છે. સરકાર તરફથી કોરોના વેક્સિન બનાવનાર કંપનીઓને તેમની 50 ટકા સપ્લાય પહેલેથી જાહેર કરાયેલ કિંમત પર રાજ્ય સરકારો અને ઓપન માર્કેટમાં વેચવાનો અધિકાર અપાયો છે.
પીએમ મોદીની આજની ઘણી બેઠકો બાદ આ મોટો નિર્ણય લેવાયો
પીએમ મોદીની આજની ઘણી બેઠકો બાદ આ મોટો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી તો ફ્રન્ટલાઈન વર્કર્સ અને 45 વર્ષથી મોટી ઉંમરના લોકો જ કોરોના વેક્સિન લઈ શકતા હતા.
વધારેમાં વધારે લોકોને મળે તે સુનિશ્ચિત કરવાનો સરકારનો પ્રયાસ-પીએમ મોદી
દેશના ટોચના ડોક્ટરો અને ફાર્મા કંપનીઓ સાથેની વર્ચ્યુઅલ બેઠકને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે શક્ય હોય તેટલા ઓછા સમયમાં વધારેમાં વધારે લોકોને વેક્સિન મળે તે સુનિશ્ચિત કરવા સરકાર એક વર્ષથી કામ કરી રહી છે.
પીએમ મોદીએ કરી 2 બેઠક
પીએમ મોદીએ પહેલી મીટિંગ સોમવારે સવારના 11.30 વાગ્યે કરી. ત્યાર બાદ સાંજના 4.30 વાગ્યે દેશના ટોચના ડોક્ટરો અને ફાર્માસ્યુટિકલ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે કરી અને ત્રીજી બેઠક સાંજના 6 વાગ્યે કરી હતી. સતત બીજા દિવસે વડાપ્રધાન મોદીએ મીટિંગ કરી હતી. રવિવારે પીએમ મોદીએ પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં કોરોનાની પરિસ્થિતિની સમિક્ષા કરી હતી. મહામારીની બીજી લહેરના કારણે કેસ ઝડપથી વધી રહ્યા છે. વર્લ્ડોમીટર મુજબ રવિવારે રાતનાં 12 વાગ્યા સુધીમાં 24 કલાકમાં દેશમાં કુલ 2, 75, 306 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 1625 દર્દીઓના મોત થયા છે. એક દિવસમાં કોરોનાના નવા કેસ અને મોત અત્યાર સુધીના સૌથી વધારે છે. દેશમાં સતત ત્રીજા દિવસે મોતની સંખ્યા રેકોર્ડ નોંધાવી રહી છે.આ પહેલી વાર છે જ્યારે એક દિવસમાં 2.74 લાખથી વધારે નવા કેસ નોંધાયા છે. ખાસ વાત એ છે કે ગત કેટલાક દિવસોમાં સંક્રમિતોના આંકડા રોજ નવો રેકોર્ડ નોંધાવી રહ્યા છે. હાલમાં દેશમાં કુલ કેસ વધીને 1,50,57,767 થઈ ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.